તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
SIR બાદ ઉત્તર પ્રદેશ સહિત ૫ રાજ્યોમાં મતદારોની સંખ્યા ૧૩.૨૪ ટકા સુધી ઘટી
સૌથી મોટો ૯૦ ટકા ઘટાડો યુપીમાં મતદારોની સંખ્યા ૨.૦૪ કરોડ ઘટી

નવી દિલ્હી,તા.૩: ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ તથા મણિપુર એમાં પાંચ રાજ્યોમાં વિશેષ મતદાર યાદી સુધારણા (એસઆઈઆર)ની કામગીરી પૂર્ણ થયાં બાદ મતદારોની સંખ્યામાં ૧૩.૨૪% સુધીનો ઘટાડો થયો છે. આ પાંચેય રાજ્યોમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજવાની છે.
કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલાં આંકડા અનુસાર, પાંચેય રાજ્યોમાં એસઆઈઆર બાદ મતદારોની સંખ્યા ૧૮.૭૧ કરોડથી ૨.૨૯ કરોડ ઘટીને ૧૬.૪૩ કરોડ એટલે કે આશરે ૧૨.૨ ટકા ઘટી ગઈ છે. કુલ ઘટાડામાં સૌથી મોટો આશરે ૯૦ ટકાનો ઘટાડો સૌથી વધુ મતદારોમાં ધરાવતાં ઉત્તરપ્રદેશમાં નોંધાયો છે. યુપીમાં એસઆઈઆર પૂર્વે મતદારોની સંખ્યા ૧૫.૪૪ કરોડ હતી, જે ઘટીને ૧૩.૪૦ કરોડ રહેવા પામી છે. આમ અહીં મતદારોની સંખ્યામાં ૨.૦૪ કરોડ અથવા ૧૩.૨૪ ટકાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. ડ્રાફટ યાદી અંતર્ગત ૨.૮૯ કરોડ જેટલાં નામો મતદાર યાદીમાંથી દૂર કરાયાં હતાં, જ્યારે આશરે ૦.૮૪ કરોડ જેટલાં નામો પુનઃબહાલ કરાયાં હતાં.
એસઆઈઆરનો ત્રીજો તબક્કો પૂર્ણ કરનારા પંજાબમાં, મતદારોની સંખ્યા૨.૧૫ કરોડથી ઘટીને ૨,૦૧ કરોડ થઈ છે. અહીં મતદારોની સંખ્યામાં ૦.૧૪ કરોડ અથવા ૬,૩૪ટકાનો ઘટાડો થયો છે. ઉત્તરાખંડમાં મતદારોની સંખ્યા ૦.૮૦ કરોડથી ઘટીને ૦.૭૨ કરોડ રહેવા પામી છે. ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુરમાં મતદારોની સંખ્યાં ૦.૨૦૯ કરોડથી ઘટીને ૦.૧૯૬ કરોડ રહી છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
