તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
આઈટીઆર-૧ અને ૪ બાદ હવે બે નંબરનું ફોર્મ પણ પોર્ટલ પર રજૂ થયું
પગાર અને પેન્શન થકી આવક રળનારાઓ માટે આઇટીઆર-રનું ફોર્મ જરૂરી

મુંબઈ,તા.૨૮: ઇન્કમટેક્સ રિટર્ન ભરવા માટે જરૂરી એવા ફોર્મ પોર્ટલ પર ધીમે ધીમે મુકાવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. તે અંતર્ગત આઈટીઆર-૧ અને ૪ નંબરનું ફોર્મ બહાર પાડવામાં આવ્યા બાદ પગાર અને પેન્શનથી આવક મેળવનારાઓ માટે જરૂરી એવું આઇટીઆર બે નંબરનું ફોર્મ પણ પોર્ટલ પર રજૂ કરી દેવામાં આવ્યું છે. ઓનલાઈ નની સાથે સાથે ઓફલાઇન યુટિલિટી બહાર પાડી દેવામાં આવતા કરદાતાઓને હાશકારો થયો છે, કારણ કે રિટર્ન ભરવા માટે હવે પૂરતો સમય મળી રહેવાનો છે.
આઇટી રિટર્ન ભરવા માટેની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ હોય છે. જ્યારે ઈન્કમટેક્સ વિભાગે બે મહિના પહેલા જ મોટાભાગના આઈટીઆર ફોર્મ બહાર પાડી દીધા છે. કારણ કે ૧૫ મેની આસપાસ આઇટીઆર-૧ અને ચાર નંબરનું ફોર્મ બહાર પાડવામાં આવ્યું હતું. તેના ૧૦ દિવસ પછી આઇટીઆર-૨ નંબરનું ફોર્મ પણ પોર્ટલ પર રજૂ કરવામાં આવ્યું છે. પગાર અથવા પેન્શનમાંથી આવક મળતી હોય, એક કરતાં વધુ મકાનમાંથી આવક હોય એટલે કે ભાડાની આવક રિટર્નમાં દર્શાવવામાં આવતી હોય, શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ, જમીન, મકાન કે સોનું વેચીને નફો કે નુકસાન થાય તો કેપિટલ ગેઈન્સ ટેક્સ ભરવાનો હોય તેઓએ આ ફોર્મ ભરવાનું હોય છે. આ ઉપરાંત બેંક વ્યાજ ડિવિડન્ડ, લોટરી કે રેસ જીતવાથી થયેલી આવક. વિદેશમાં કોઈ સંપત્તિ હોય અથવા વિદેશમાંથી કોઈ આવક થતી હોય. ખેતીની આવક પાંચ હજાર રૂપિયા કરતાં વધારે હોય. કોઈ કંપનીમાં ડાયરેક્ટર પદ ધરાવતા હોય તેવા કરદાતાઓએ પણ આ ફોર્મ ભરવાનું હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોટાભાગના કરદાતાઓને પૂરતો સમય મળતો નહીં હોવાના કારણે છેલ્લી ઘડીએ રિટર્ન ભરવાની મુદત લંબાવવા માટેની માંગણી કરતા હોય છે. તેને ધ્યાને રાખીને જ ઈન્કમટેક્સ વિભાગે બે મહિના પહેલા જ આઇટી રિટર્ન ભરવા માટેના ફોર્મ બહાર પાડી દીધા છે
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
