તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Saturday, 28th November 2026
સોના-ચાંદી બાદ પ્લેટિનમ પણ મોંઘું થયું

મુંબઈ,તા.૨૮: મુંબઈ ઝવેરી બજારમાં સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવમાં તેજી આગળ વધી હતી. વિશ્વ બજાર ઉંચકાતા તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલર ફરી ઉછળતાં દેશમાં આયાત કરાતી કિમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટમાં વૃદ્ધી થતી જોવા મળી હતી તથા તેની ઈમ્પેકટ બજાર ભાવ પર પણ દેખાઈ હતી.
મુંબઈ બુલિયન બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૦૦૦ વધી રૂ.૪૭૭૪૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના વધી ૧૩૭૦ થઈ ૧૩૪૯થી ૧૩૫૦ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ વધી ૯૨૪ થઈ ૯૧૦થી ૯૧૧ ડોલર રહ્યા હતા. કોપરના વૈશ્વિક ભાવ આજે ૪.૭૩ ટકા ઉંચા બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં તેજી આગળ વધી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ ઉંચામાં ૯૮.૦૬ ડોલર થઈ ૯૬.૬૩ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ વધી ૮૬.૬૦ થઈ ૮૫.૨૭ ડોલર રહ્યા હતા. ક્રૂડના ભાવ વધી ત્રણ સપ્તાહની ટોચે પહોંચ્યા હતા. મિડલ ઈસ્ટમાં ફરી તંગદિલી વધ્યાના વાવડ હતા.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
