<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

મહિલા સાથે સામૂહિક દુષ્‍કર્મ કર્યા બાદ પ્રાઈવેટ પાર્ટમાં કારતૂસ અને લાકડાના ટુકડા નાખ્‍યા

બિહારમાં હવસખોરો બેફામ બન્‍યાઃ મહિલાને હવસનો શિકાર બનાવ્‍યા બાદ તેની સાથે હિંસક બર્બરતા આચરી હતીઃ હવસખોરોએ પીડિતાના હાથ-પગ તેના જ બ્‍લાઉઝથી બાંધી દીધા

બેગૂસરાય તા.૧૯: બિહારના બેગૂસરાયમાં ફરી એક વાર માણસાઈને લજવતો કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં એક મહિલા સાથે સામૂહિક દુષ્‍કર્મ તો કર્યું પણ તેની સાથે અમાનવીય ક્રૂરતાની તમામ હદ પાર કરી નાખી. પીડિતાને ગંભીર હાલતમાં હોસ્‍પિટલમાં દાખલ કરાવી છે. જ્‍યાં ડોક્‍ટરે સારવાર દરમ્‍યાન તેના પ્રાઈવેટ પાર્ટમાંથી કારતૂસ (બુલેટ), પથ્‍થર અને લાકડાના ટુકડા કાઢ્‍યા હતા. આ સનસનીખેજ કેસમાં સ્‍થાનિક પોલીસ પર પણ લાપરવાહી વર્તવાનો ગંભીર આરોપ લાગ્‍યો છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, આરોપીઓએ મહિલાને હવસનો શિકાર બનાવ્‍યા બાદ તેની સાથે હિસક બર્બરતા આચરી હતી, હવસખોરોએ પીડિતાના હાથ-પગ તેના જ બ્‍લાઉઝથી બાંધી દીધા. તેના પ્રાઈવેટ પાર્ટમાં કારતૂસ અને લાકડાના ટુકડા નાખી દીધા. મહિલાની હાલત ખૂબ જ નાજુક છે. આ ઘટનાએ ફરી એક વાર દિલ્‍હીના નિર્ભયા કાંડ જેવી હેવાનિયતને તાજી કરી નાખી.

આ સમગ્ર મામલામાં સ્‍થાનિક પોલીસની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. પીડિતા અને તેના પરિવારનો આરોપ છે કે આ ભયાનક ઘટના બાદ જ્‍યારે પીડિતા ન્‍યાય માટે ચકિયા પોલીસ સ્‍ટેશન પહોંચી, તો ત્‍યાં હાજર પોલીસકર્મીઓએ તેની મદદ કરવા કે તરત કેસ નોંધવાની જગ્‍યાએ તેને ફટકાર લગાવી પોલીસ સ્‍ટેશનમાંથી ભગાડી દીધી હતી.

પીડિતા પાસેથી મળતી જાણકારી અનુસાર, આરોપીઓ એટલા બેફામ થઈ ગયા હતા કે તેમણે લગભગ ૩ મહિના પહેલા પણ તેની સાથે દુષ્‍કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે પણ પીડિતાએ પોલીસને ફરિયાદ કરી હતી. પણ આરોપ છે કે પોલીસે તે સમયે કોઈ ઠોસ એક્‍શન લીધી નહોતી. જો પોલીસે ત્રણ મહિના પહેલા જ મામલાને ગંભીરતાથી લીધો હોત તો આજે આટલી મોટી હેવાનિયતને અટકાવી શક્‍યા હોત.

આટલી મોટી અને ભયંકર ઘટનાના કેટલાય દિવસો વીતી ગયા છતાં પણ મુખ્‍ય આરોપી સુધી પોલીસ પહોંચી શકી નથી. પોલીસની કામગીરીમાં આવી ઢીલને લઈ સ્‍થાનિક લોકો અને પરિવારમાં ભારે આક્રોશ છે. જો કે મામલો વધારે ચગતા અને ચારેતરફથી પ્રેશર વધતા પોલીસ હવે આરોપીઓને પકડવા માટે સતત દરોડા પાડી રહી હોવાના દાવા કરી રહી છે

(10:25 AM IST)