તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
પૂર્વી લડાખ બાદ હવે અરુણાચલ સરહદે તણાવ વધારવાના સંકેત : ચીને અરુણાચલને 'જંગનાન' કહી તેના વિસ્તારોના નામ બદલ્યા
ભારતે કહ્યું- અરુણાચલ ભારતનું અભિન્ન અંગ હતું, છે અને રહેશે; નામ બદલવાથી વાસ્તવિકતા નહીં બદલાય: ચીન દ્વારા PoK અને લડાખ સરહદ નજીક નવી કાઉન્ટીઓની રચના ભારતની સુરક્ષા માટે ચિંતાનો વિષય

નવી દિલ્હી :ભારત અને ચીન વચ્ચે ફરી એકવાર તણાવ વધવાના આસાર છે. હવે ચીનના વિદેશ મંત્રાલયે અરુણાચલ પ્રદેશને તથાકથિત ગણાવીને પોતાનો દાવો કર્યો છે. તેની સાથે જ ચીને કહ્યુ છે કે તેને ભારતે ગેરકાયદેસર રીતે સ્થાપિત કર્યું છે. ચીનનો દાવો ચે કે જાંગનાનમાં ક્ષેત્રમાં કેટલાક સ્થાનોના નામ રાખવાનો અધિકાર અમારી પાસે છે. ખાસ વાત એ છે કે ભારતે ચીન તરફથી ભારતીય ક્ષેત્રના કાલ્પનિક નામ રાખવાની કોશિશને રવિવારે જ નકારી દીધી હતી.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જિયાકુને મંગળવારે અરુણાચલ પ્રદેશ પર દાવાની વાત કહી છે. ચીનના અખબાર ગ્લોબલ ટાઈમ્સ મુજબ, તેમણે કહ્યું છે કે ચીનનું કહેવું છે કે જાંગનાન તેનો પોતાનો વિસ્તાર છે અને તેણે ભારત તરફથી ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા તથાકથિત અરુણાચલ પ્રદેશને ક્યારેય સ્વીકારવામાં આવ્યું નથી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું કહેવું છે કે જાંગનાનના વિસ્તારોના નામોને પોતાના હિસાબથી બદલવાનો તેનો અધિકાર છે.
ચીન તરફથી અરુણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોના નવા નામ પ્રકાશિત કરાયા બાદ ભારતે કડક પ્રતિક્રયા આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યુ હતુ કે ચીન તરફથી ભારતના ક્ષેત્રના કાલ્પનિક નામ આપવાના કોઈપણ પ્રયાસને ભારત સોય ઝાટકીને નકારે છે. તેની સાથે જ તેમણે કહ્યુ હતુ કે આવા પ્રકારની કોશિશો દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવાના પ્રયાસોને પાટા પરથી ઉતારી શકે છે.
જિયાકુને કહ્યુ કે હાલમાં ચીન-ભારતના સંબંધ સ્થિર છે. ચીન-ભારત સંબંધોને સારા બનાવવા અને વિકસિત કરવા માટે ચીનની નીતિઓમાં કોઈ બદલાવ થયો નથી.
તેમણે કહ્યુ છે કે અમે આશા કરીએ છીએ કે બંને પક્ષ એક જ દિશામાં કામ કરશે અને દ્વિપક્ષીય સંબંધો માટે વધારે અનુકૂળ પગલા ઉઠાવશે.
ચીન વર્ષ 2017થી અરુણાચલ પ્રદેશના જુદાંજુદાં વિસ્તારો માટે પોતાના નામ પ્રકાશિત કરી રહ્યું છે, જેના પર ભારત સતત વાંધા વ્યક્ત કરી રહ્યું છે.
જાંગનાન અરુણાચલ પ્રદેશને ચીન દ્વારા આપવામાં આવેલું નામ છે. ચીન અરુણાચલ પ્રદેશના દક્ષિણ તિબેટ (Tibet) નો ભાગ ગણાવીને તેના પર દાવો કરી રહ્યું છે.
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
