તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
નાશિકમાં ‘કોર્પોરેટ જેહાદ’ બાદ હવે પંચવટીમાં ધર્માંતરનું ભયાનક કાવતરું: પ્રેમજાળમાં ફસાવી યુવતીની તુલસીમાળા કઢાવી, ગઝવા-એ-હિંદ કરવા દબાણ!
લવ જેહાદ અને બ્લેકમેલિંગનો ખેલ: આરોપી તંઝીર ઈનામદારે ‘લવ બાઈટ’ના ફોટા પાડી યુવતી સાથે આચર્યું કુકર્મ, દારૂ-સિગારેટ પીવડાવી અત્યાચાર ગુજાર્યો

નાશિક: મહારાષ્ટ્રના નાશિકમાં ‘કોર્પોરેટ જેહાદ’ના કિસ્સાએ હજુ રાજ્યભરમાં ખળભળાટ મચાવેલો છે, ત્યાં જ નાશિકના પવિત્ર ગણાતા પંચવટી વિસ્તારમાંથી ધર્માંતર અને યૌન શોષણનું એક અત્યંત ચોંકાવનારું પ્રકરણ સામે આવ્યું છે. એક યુવકે હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી, તેની આસ્થાનું અપમાન કરી ધર્મ પરિવર્તન કરવા અને ‘ગઝવા-એ-હિંદ’ જેવી પ્રવૃત્તિમાં સામેલ થવા દબાણ કર્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
આસ્થાનું અપમાન અને બળજબરી
પંચવટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપી તંઝીર ઈનામદારે યુવતીને વિશ્વાસમાં લઈ વિવિધ સ્થળોએ ફેરવી હતી. આ દરમિયાન તેણે યુવતીના ગળામાંથી પવિત્ર તુલસીમાળા જબરદસ્તીથી કઢાવી નાખી હતી અને હાથમાં બાંધેલા રક્ષાપોટલી (દોરા) તોડી નાખવા દબાણ કર્યું હતું. યુવતીએ વિરોધ કર્યો તો તેને બળજબરીથી દારૂ અને સિગારેટ પીવડાવીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
‘લવ બાઈટ’ અને બ્લેકમેલિંગની મોડસ ઓપરેન્ડી
આરોપીની ક્રૂરતા અહીં જ ન અટકી, તેણે યુવતીને ગઝવા-એ-હિંદના નામે ઉશ્કેરણી કરી તેના ગળા પર બચકું ભર્યું હતું. આ નિશાનને ‘લવ બાઈટ’ ગણાવી તેણે યુવતીના વાંધાજનક ફોટા પાડી લીધા હતા. જાન્યુઆરી મહિનામાં પાડેલી આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી આરોપી વારંવાર યુવતીને લોજમાં લઈ જતો અને શારીરિક શોષણ કરતો હતો. અંતે હિંમત ભેગી કરી યુવતીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
પોલીસ કાર્યવાહી અને અન્ય પીડિતોની શક્યતા
ફરિયાદના આધારે પંચવટી પોલીસે તંઝીર ઈનામદાર વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસને આશંકા છે કે આ આરોપીએ અન્ય કેટલીક યુવતીઓને પણ આ જ પ્રકારે પોતાની જાળમાં ફસાવી હોઈ શકે છે. જોકે, અત્યાર સુધી માત્ર એક જ યુવતી હિંમત બતાવીને ફરિયાદ કરવા આગળ આવી છે.
પંચવટી જેવા ધાર્મિક મહત્વ ધરાવતા વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક હિંદુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોપી સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે. પોલીસ અત્યારે આ મામલે ઊંડી તપાસ ચલાવી રહી છે કે આ પાછળ કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે કે કેમ.
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
