<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

કોરોના પછી ડરાવી રહ્યો છે ઈબોલાઃ અત્‍યાર સુધીમાં હજારો લોકોના મોત

કોરોના મહામારી પછી ઈબોલા નામની બીમારી દુનિયાને ડરાવી રહી છે : ઈબોલાના કારણે છેલ્‍લા ૪ મહિનામાં હજારો લોકોના મોત થયા છે. ઈબોલા દુનિયાના કેટલાક દેશોમાં હાહાકાર મચાવી રહી છે

વિશ્વ સ્‍વાસ્‍થ્‍ય સંગઠનથી લઈ ઘણા દેશોની સરકાર ઈબોલાથી થયેલા મોતના આંકડા જોઈ સ્‍તબ્‍ધ થઈ ગયા છે. થોડા સમય પહેલા જ સામે આવેલા આંકડા અનુસાર ડેમોક્રેટિક રિપબ્‍લિક ઓફ કાંગોમાં ઈબોલાથી મૃત્‍યુ પામનાર લોકોની સંખ્‍યા ૩૦૦૦ થી વધી ચુકી છે. જ્‍યારે ઈબોલા સંક્રમિત દર્દીની સંખ્‍યા ૬૧૦૦ થી વધારે છે.

રોયટર્સના રિપોર્ટ અનુસાર અત્‍યાર સુધીની ભયાનક મહામારી ઈબોલા ડેમોક્રેટિક રિપબ્‍સિક ઓફ કાંગોથી ઉત્તર-પૂર્વ તરફ ઝડપથી ફેલાઈ રહી છે. આ બીમારીએ અનેક લોકોને ચપેટમાં લઈ લીધા છે અને મોતનો આંકડો લોકોને ડરાવી રહ્યો છે. ઉલ્‍લેખનીય છે કે ઈબોલા બીમારી ફેલાવાની સત્તાવાર ઘોષણા ૧૫ મે ના રોજ ઈતુરી પ્રાંતમાંથી થઈ હતી. જો કે નિષ્‍ણાંતોનું કહેવું છે કે આ બીમારીનો પ્રકોપ જાન્‍યુઆરી ૨૦૨૬ માં જ શરુ થઈ ગયો હતો.

મે મહિનાથી અત્‍યાર સુધીમાં વિશ્વ સ્‍વાસ્‍થ્‍ય સંગઠન અને અન્‍ય સહાયતા સમૂહોના પ્રયત્‍નો છતા આ બીમારી ૬ પ્રાંતમાં ફેલાઈ ચુકી છે. વિશ્વ સ્‍વાસ્‍થ્‍ય સંગઠનનું અનુમાન છે કે અંદાજે ૬૦ ટકા મોત તો હોસ્‍પિટલની બહાર જ થઈ જાય છે. કારણ કે મોટો પડકાર તો ઈબોલા પીડિત દર્દીની ઓળખ કરવાનો છે. સ્‍થિતિ એવી છે કે ઈબોલા ૨૦૧૮-૨૦૨૦ ની કોરોના મહામારીને પાછળ છોડી કાંગોમાં સૌથી ઘાતક રુપ લઈ રહ્યું છે.

મહત્‍વપૂર્ણ છે કે આ વખતે ઈબોલાનું વધારે ઘાતક સ્‍વરુપ જોવા મળે છે. આ પહેલા ૨૦૧૪-૨૦૧૬ માં પヘમિ આફ્રિકામાં ઈબોલાનો પ્રકોપ જોવા મળ્‍યો હતો. એક દાયકા પહેલા ગિની, લાઈબેરિયા, સિએરા લિયોનમાં ૨૮,૦૦૦ થી વધુ લોકો ઈબોલાથી સંક્રમિત થયા હતા. તે સમયે ૧૧,૦૦૦ થી વધુ દર્દીઓના મોત થયા હતા.

૧૦૮ વર્ષ પહેલા ઈન્‍ફલુએંઝા વાયરસએ એક જ સમયમાં દુનિયાના અલગ અલગ ભાગોમાં વિનાશ કર્યો હતો. તે સમયે ૫ થી ૧૦ કરોડ લોકોના મોત થયા હતા. ત્‍યારબાદ સમયે સમયે દુનિયામાં કેટલીક બીમારીઓ મહામારી બનીને સામે આવતી રહી છે.

- ૧૯૫૭-૫૮ માં એશિયાઈ ફલૂ

- ૧૯૬૮-૬૯ માં હાંગકાંગ ફલૂ

- ૨૦૦૯-૧૦ માં સ્‍વાઈન ફલૂ

- ૨૦૧૮-૨૦ માં કોવિડ ૧૯.

 

(9:58 AM IST)