<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

મંગેતરને ફલેટમાં બોલાવી પછી પાવર વધારવાની દવા ખાધીઃ હાર્ટ એટેકથી ૨૯ વર્ષના યુવકનું મોત

સલાહ વિના આવી દવા લેવી ખતરનાક છેઃ અમુક કિસ્‍સામાં લાંબા સમય સુધી ઇરેક્‍શનનો ગંભીર ખતરો બની જાય છે

ગુરુગ્રામ તા.૨૭: હરિયાણાના ગુરુગ્રામમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેણે લોકોના હોશ ઉડાવી દીધા છે. હકીકતમાં જોઈએ તો, ગુરુગ્રામના સેક્‍ટર ૫૩માં એક ૨૯ વર્ષીય યુવક ભાડાના મકાનમાં રહેતો હતો, જ્‍યાંથી તેની લાશ મળી આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્‍યું છે કે યુવકે સેક્‍સ ડ્રગ વધારે માત્રામાં લઈ લીધું હતું, જેના કારણે તેનો જીવ ગયો. ગુરુવારના દિવસે યુવક મૃત અવસ્‍થામાં બેડ પર પડેલો મળ્‍યો હતો.

આ સમગ્ર મામલાનો ખુલાસો ત્‍યારે થયો, જ્‍યારે પોલીસને તપાસ દરમિયાન રૂમમાંથી સેક્‍સ પાવર વધારવાની દવાની ગોળીઓ મળી આવી. ગુરુવારની સવારે તેના સહકર્મીએ પોલીસને ઘટના વિશે જાણકારી આપી હતી. પોલીસે તરત યુવકના ફલેટ પર જઈ દરવાજો તોડી અંદર એન્‍ટર થઈ. સહકર્મીએ પોલીસને જાણકારી આપી કે તે બંને સાથે ઓફિસમાં જતા હતા. પણ ગુરુવારે દિવસમાં તેણે ફોન પણ ઉઠાવ્‍યો નહીં અને દરવાજો પણ ખોલ્‍યો નહીં, જે બાદ કોઈ અઘટિત ઘટના ઘટી હોવાની આશંકા વ્‍યક્‍ત થઈ.

શરૂઆતી તપાસમાં જાણવા મળ્‍યું કે આ યુવકનું નામ રોહિત લાલ હતું, જે નાગપુરનો રહેવાસી હતો અને નવી દિલ્‍હીના ક્‍વાલિટી કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયામાં કામ કરતો હતો, તેણે ગુરુગ્રામમાં ભાડે ફલેટ લીધો હતો. તપાસમાં એવો પણ ખુલાસો થયો કે તેણે રાતમાં પોતાની મંગેતરને મળવા માટે બોલાવી હતી, પણ તે રાતે સેક્‍સ પાવર વધારવાનો ઓવરડોઝ તેના મોતનું કારણ હોઈ શકે છે.

હાલમાં પોલીસે લાશને પોતાના કબજામાં લઈ લીધી છે અને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી દીધી છે. તેની સાથે જ પોલીસે જપ્ત દવાઓને તપાસ માટે એફએસએલ મોકલી દીધા છે. પોલીસનું કહેવું છે કે દવાના રિપોર્ટ આવ્‍યા બાદ મોતનું અસલી કારણ જાણવા મળશે. પોલીસ હાલમાં તમામ પાસાને સારી રીતે તપાસ કરી રહી છે અને આજુબાજુ લોકો સાથે પૂછપરછ કરી રહી છે

એક્‍સપર્ટનું માનવું છે કે સેક્‍સ પાવર વધારનારી દવાઓનો ઓવરડોઝના કિસ્‍સા વધતા જાય છે. તેનું વધારે માત્રામાં સેવન કરવાથી બ્‍લડ પ્રેશર ઘટવું, ભારે માથાનો દુખાવો, ચક્કર આવવા અને હૃદયના ધબકારામાં ગરબડ થઈ શકે છે. આ ઉપરાંત દ્રષ્ટિ અને સાંભળવા પર પણ અસર પડી શકે છે. ડોક્‍ટરે ચેતવણી આપી છે કે સલાહ વિના આવી દવા લેવી ખતરનાક છે. અમુક કિસ્‍સામાં લાંબા સમય સુધી ઇરેક્‍શનનો ગંભીર ખતરો બની જાય છે, જેનાથી કાયમી નુકસાન શક્‍ય છે.

(9:56 AM IST)