તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
૧૦ કલાક ચાલેલા લાંબા ઓપરેશન બાદ ડોક્ટરોએ મહિલાના પેટમાંથી ૧૪.૫ કિલોની ગાંઠ દૂર કરી

નવી દિલ્હી તા.૧૮: સર્જિકલ ઓન્કોલોજીમાં એક યાદગાર સિદ્ધિ હાંસલ કરતાં સાઉથ ઈસ્ટ દિલ્હીના ઓખલાસ્થિત ફોર્ટિસ એસ્કોર્ટ્સ હોસ્પિટલના ડોક્ટરોએ પંચાવન વર્ષની એક મહિલાના પેટમાંથી ૧૪.૫ કિલો વજનની કેન્સરગ્રસ્ત ગાંઠને સફળતાપૂર્વક દૂર કરી હતી. આ ઓપરેશન ૧૦ કલાક ચાલ્યું હતું. સર્જિકલ ઓન્કોલોજીના ડિરેક્ટર ડો. અર્ચિત પંડિતના નેતૃત્વમાં ડોક્ટરોની ટીમે ગાંઠને સુરક્ષિત રીતે દૂર કરવા માટે એક જટિલ ઓપન સર્જિકલ પ્રક્રિયા કરી હતી. આવી ગાંઠો ખૂબ જ દુર્લભ છે, જે પેટની તમામ ગાંઠોના એક ટકા કરતાં ઓછી છે અને પહેલેથી જ અસામાન્ય કેન્સરજન્ય કેસોનો એક નાનો ભાગ છે.
વ્યવસાયે નર્સ એવી કુલદીપ કૌરને લગભગ ૪ર મહિનાથી શ્વાસ લેવામાં અને ચાલવામાં તકલીફ થતી હતી. તેના પેટમાં ઝડપથી વધતી ગાંઠે તેની હલનચલનને મર્યાદિત કરી દીધી હતી અને તેના જીવને જોખમમાં મૂકી દીધો હતો. સર્જિકલ ટીમે અસરગ્રસ્ત અંગો પણ દૂર કર્યાં હતાં અને દરદીને સ્વસ્થ થયા પછી સ્થિર સ્થિતિમાં રજા આપવામાં આવી હતી.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
