<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

પતિ સાથે ઝઘડો થતાં પત્‍ની કારની ડેકીમાં છુપાઈને સાસરિયામાં આવી ગઈ

અલવરનો આ કિસ્‍સો જાણી ચોંકી જશો

અલવર તા.૧૭: રાજસ્‍થાનના અલવરના પોશ વિસ્‍તાર સ્‍ટેશન રોડ પર આવેલા ભગવતી સદનમાં એક હાઈ પ્રોફાઈલ પારિવારિક વિવાદ ખૂબ ચર્ચામાં છે. સૌરભ ડાટા અને તેમની પત્‍ની શિખા ડાટાની વચ્‍ચે ચાલી રહેલો વિવાદ હવે પોલીસ સ્‍ટેશન સુધી પહોંચ્‍યો છે, જ્‍યાં મોડી રાતે મહિલા પોલીસ સ્‍ટેશનમાં શિખા ડાટાએ પતિ સહિત સાસરિયાવાળા વિરુદ્ધ પ્રતાડિત કરવા અને જાનથી મારી નાખવાની ધમકી જેવા ગંભીર આરોપ લગાવ્‍યા છે.

૧૪ જૂલાઈના રોજ કોતવાલી થાનામાં સૌરભ ડાટાએ પોતાની પત્‍ની શિખા અને અન્‍ય લોકો વિરુદ્ધ ઘરમાં અનધિકૃત રીતે પ્રવેશ, છેતરપિડી અને માનસિક પ્રતાડિત કરવાનો મામલો નોંધાવ્‍યો છે. જે બાદ શિખાએ એક વીડિયો બનાવી વાયરલ કર્યો, જેમાં તેણે કહ્યું કે કોઈ પોતાના ઘરમાં કઈ રીતે અનધિકૃત રીતે ઘુસશે? એ તેનું ઘર છે અને તેના લગ્નને ૧૬ વર્ષ થઈ ચૂક્‍યા છે. વળી છ વર્ષની એક દીકરી પણ છે. શિખાએ એવો પણ આરોપ લગાવ્‍યો કે તે પોતાના રૂમમાં પોતાની દીકરી અને મેડ સાથે હતી, પણ અમારા રૂમની લાઈટ પણ કાપી નાખી, ગરમીમાં અમે આખી રાત હેરાન થયા. ડરેલા અને ગભરાટમાં આખી રાત પસાર કરી.

સૌરભે કોતવાલીમાં રિપોર્ટ લખાવ્‍યો કે, ૧૩ જૂલાઈની સવારે એક હરિયાણા નંબરની ઈનોવા કાર ભગવતી સદનમાં આવી. કારમાં સંબંધી હોવાના કારણે ગાર્ડે ગેટ ખોલી દીધો. આ દરમ્‍યાન શિખા ડાટા કારની ડિક્કીથી ચાદર હટાવી બહાર નીકળી અને પોતાની દીકરી તથા મેડ સાથે ઘરમાં અંદર જતી રહી. સૌરભે જણાવ્‍યું કે, ૨૯ મે ૨૦૨૬ના રોજ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી પણ દાખલ કરી છે.

કહેવાય છે કે આ દરમ્‍યાન ઘરે સૌરભ ડાટા નહોતા અને તેના પિતા વિજય ડાટા અને મા ગાયત્રી ડાટા યુરોપ ગયા હતા. જે ગઈ કાલે એટલે કે ૧૫ જૂલાઈએ પાછા આવ્‍યા. રૂમની લાઈટ કાપી નાખ્‍યા બાદ શિખાએ ઘરના પરિસરમાં ચાલતી ઓફિસમાં જઈ કંપનીના વાઈસ પ્રેસિડેન્‍ટ એસ કે પારીખ સાથે વાત કરી. આ દરમ્‍યાન શિખા તરફથી મેડ દ્વારા બનાવેલા વીડિયો પર તેઓ ગુસ્‍સે થઈ ગયા અને કેબિનમાંથી બહાર નીકળી જવા કહ્યું. સાથે જ શિખાને વીડિયોમાં પારિખ પર હાથ ઉગામવા સહિતના ગંભીર આરોપ લગાવ્‍યા છે.

વળી શિખા ડાટાએ વીડિયો જાહેર કરી ખુદને નિર્દોષ ગણાવી છે. તેમનું કહેવું છે કે આ તેનું જ ઘર છે અને તે છેલ્‍લા ૧૬ વર્ષથી અહીં જ રહે છે. આવા સમયે પોતાના જ ઘરમાં પ્રવેશને ટ્રેસપાસિગ ન કહી શકાય.

૧૫ જૂલાઈના રોજ કોતવાલી પોલીસ ભગવતી સદન પહોંચી અને શિખાને ગાડીમાં લઈને આવ્‍યા. સાથે જ સૌરભ ડાટા અને તેમની દીકરી સહિત બંને મેડને મહિલા પોલીસ સ્‍ટેશન પહોંચાડ્‍યા, જ્‍યાં શિખાએ પોતાના પતિ સૌરભ ડાટા અને સાસરિયાવાળા વિરુદ્ધ ત્રાસ આપવાનો આરોપ લગાવતા ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે અને બંને આરોપ-પ્રત્‍યારોપણની વચ્‍ચે વિવાદ વધી રહ્યો છે

(3:35 PM IST)