તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Friday, 26th June 2026
અંતિમ સંસ્કારના ૧૩ દિવસ પછી યુવક જીવતો ઘરે પરત ફર્યો
એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે પોલીસ, વહીવટીતંત્ર અને સ્થાનિક રહેવાસીઓને આશ્ચર્યચકિત કરી દીધા

ગાઝિયાબાદ,તા.૨૬: ગાઝિયાબાદના કૌશાંબી વિસ્તારમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે પોલીસ, વહીવટીતંત્ર અને સ્થાનિક રહેવાસીઓને આヘર્યચકિત કરી દીધા છે. એક વ્યક્તિ જેને તેના પરિવાર દ્વારા મૃત માનવામાં આવ્યો હતો, જેણે બે પોસ્ટમોર્ટમ કરાવ્યા હતા તેના અંતિમ સંસ્કાર કર્યા હતા અને તેરમા દિવસની ધાર્મિક વિધિઓ પણ કરી હતી પરંતુ તે હવે અચાનક જીવતો ઘરે પહોંચતા પરિવારજનોના હોશ ઉડી ગયા છે.
૧૨ જૂનના રોજ ગાઝિયાબાદના મસૂરીના નાહલ ઝાલમાં મૃત હાલતમાં મળી આવેલો વૈશાલીના સેક્ટર ૫ના રહેવાસી ગિરધર બિષ્ટ ૨૫ જૂનના રોજ જીવતા ઘરે પરત ફર્યો હતો. તેના ગુમ થવાથી બધાને આઘાત લાગ્યો હતો. જ્યારે તેના પરિવારે તેને ૧૩ દિવસ સુધી ગુમ થવા વિશે પૂછ્યું ત્યારે તેણે ફક્ત એટલું જ કહ્યું કે, હું જેલમાંથી છૂટ્યા પછી જતો રહ્યો હતો અને હવે પાછો ફર્યો છું.
૧૭ મેના રોજ કૌશાંબી પોલીસે હુમલાના કેસમાં એફઆઈઆર દાખલ કરીને ગિરધર સિહ બિષ્ટને જેલમાં મોકલ્યો હતો. ૨૧ મેના રોજ એસીપી શાલીમાર ગાર્ડનની કોર્ટમાંથી રિલીઝ વોરંટ જારી કરવામાં આવ્યું અને ગિરધરને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો પરંતુ તે ઘરે પાછો ફર્યો નહીં.
પરિવારે મસૂરી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ૧૨ જૂનના રોજ પોલીસને મસૂરીના નાહલ ઝાલમાં એક અજાણી લાશ મળી હતી. ગિરધરની માતા દેવકી દેવી અને બહેન આશાને ઓળખ માટે બોલાવવામાં આવ્યા હતા. બંનેએ શરીર પરના ઈજાઓ અને સમાન દેખાતા કપડાં પરથી લાશની ઓળખ કરી હતી.
આ પછી મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. પરિવારે સાત લોકો સામે હત્યાનો આરોપ લગાવીને જ્ત્ય્ દાખલ કરીને ડોકટરોના પેનલ દ્વારા બીજું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. તેમણે પોલીસ સ્ટેશનમાં પણ હંગામો મચાવ્યો હતો અને કડક કાર્યવાહીની માંગ કરી હતી. આ પછી પરિવારે મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા. હવે જ્યારે ગિરધર પાછો ફર્યો છે ત્યારે અનેક સવાલો ઉભા થયા છે.
ઇન્દિરાપુરમ પોલીસે જણાવ્યા અનુસાર ગિરધરના પાછા ફરવાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવક સંપૂર્ણપણે સ્વસ્થ છે. હજુ સુધી તેની સાથે કોઈ વધુ વાતચીત થઈ નથી. યુવકે જણાવ્યું છે કે તે જેલમાંથી છૂટ્યા પછી સ્વેચ્છાએ ક્યાંક જતો રહ્યો હતો. યોગ્ય સમયે તેની સાથે કાઉન્સેલિગ કરવામાં આવશે.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
