તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
અડવાણીની તબિયત લથડીઃ હોસ્પિટલમાં દાખલ
ઘણા સમયથી છાતીમાં સંક્રમણની ફરિયાદ હતી

નવી દિલ્હી,તા.૧૭: ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી એકવાર ખરાબ થઈ છે. જેના લીધે તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણકારી અનુસાર શુક્રવારે તેઓની તબિયત ખરાબ થયા પછી તેમને અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓની ઘણા સમયથી છાતીમાં સંક્રમણની ફરિયાદ હતી. ત્યાર બાદ સાંજે ૭:૩૦ મિનિટે તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હજુ ગયા અઠવાડિયે જ વડાપ્રધાન મોદીએ લાલકૃષ્ણ અડવાણીની તેમના નિવાસસ્થાને જઈને મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ સરકારના પ્રમુખ તરીકે સતત ૨૫ વર્ષ પૂર્ણ થવા પર તેઓના આશીર્વાદ લીધા હતા. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ હેન્ડલ પર આ અંગે જાણકારી આપતા કહ્યું કે, તેઓએ અડવાણીજી સાથે મુલાકાત કરી તેઓના આશીર્વાદ લીધા.
તેમણે કહ્યું કે, અડવાણીજીના દાયકાઓ લાંબા જાહેર જીવન અને દેશ માટેના તેમના યોગદાનથી રાષ્ટ્ર પર અમીટ છાપ છોડી છે. ભારતની પ્રગતિને મજબૂત બનાવવામાં અડવાણીજીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે.(
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
