<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

જેલમાં બંધ ટીએમસી નેતા જહાંગીર ખાનની મુશ્કેલીમાં વધારો, ગેરકાયદે બાંધકામ બદલ ઘર તોડી પાડવાની કાર્યવાહી શરુ

અભિષેક બેનર્જીના નજીકના ગણાતા નેતાની ફાલ્ટા સ્થિત બહુમાળી ઈમારત પર જિલ્લા પ્રશાસનની કડક આકરી કાર્યવાહી

ફાલ્ટા : પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાના ફાલ્ટામાંથી એક મહત્વના રાજકીય સમાચાર સામે આવ્યા છે, જ્યાં જેલમાં બંધ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વરિષ્ઠ નેતા જહાંગીર ખાનની મુશ્કેલીઓ દિન-પ્રતિદિન વધી રહી છે. જિલ્લા વહીવટીતંત્રે કાયદાકીય શંજો કસતાં હવે તેમના ફાલ્ટા સ્થિત આવાસને તોડી પાડવાની કામગીરી સત્તાવાર રીતે હાથ ધરી દીધી છે.

ટીએમસીના પ્રભાવશાળી સાંસદ અભિષેક બેનર્જીના અત્યંત ખાસ અને સમર્થક તરીકે જાણીતા જહાંગીર ખાન પર દક્ષિણ ૨૪ પરગણાના ફાલ્ટા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બહુમાળી ઇમારતનું બાંધકામ કરવાનો ગંભીર આરોપ છે. ઘરના બાંધકામમાં થયેલી અનિયમિતતાઓને પગલે દક્ષિણ ૨૪ પરગણાના જિલ્લા મેજિસ્ટ્રેટના સ્પષ્ટ નિર્દેશ પર આ તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે દરમિયાન સુરક્ષા અર્થે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા છે.

આ કાર્યવાહી દરમિયાન જહાંગીર ખાનના ઘરની અંદર રહેલું તમામ ફર્નિચર અને અન્ય સામાન સુરક્ષિત રીતે દૂર કરી દેવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે ઘર તરફ જતો રસ્તો ખૂબ જ સાંકડો હોવાને કારણે ત્યાં ભારે બુલડોઝરનો ઉપયોગ કરવો શક્ય ન હતો, જેને કારણે પ્રશાસન દ્વારા બુલડોઝરના બદલે વિશેષ મજૂરોને તૈનાત કરીને મેન્યુઅલી ઘર તોડી પાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

અગાઉ વિવિધ કેસોમાં જેલભેગા થયેલા જહાંગીર ખાન પર આ નવો કાયદાકીય સિકંજો કસાતાં વિસ્તારના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સ્થાનિક પ્રશાસન અને પોલીસ અધિકારીઓ દ્વારા ઘટનાસ્થળે સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે, જ્યારે આ ગેરકાયદે બાંધકામ મામલે આગળની કાનૂની અને વહીવટી તપાસ વધારીને વધુ કડક પગલાં લેવાની કવાયત ચાલુ રાખવામાં આવી છે

(1:04 PM IST)