તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની મુશ્કેલીમાં વધારો: 20 વર્ષ જૂના ભ્રષ્ટાચાર અને શંકાસ્પદ મોત કેસમાં તપાસ શરૂ
કેરળ સરકારે 2006ના KSTP રોડ પ્રોજેક્ટ ગેરરીતિ મામલે વિજિલન્સ તપાસના આપ્યા આદેશ | વિપક્ષ દ્વારા રાજીનામાની માંગ સાથે દેશભરમાં વિરોધ

તિરુવનંતપુરમ: દેશના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. કેરળ સરકાર દ્વારા વર્ષ 2006ના 'કેએસટીપી (KSTP) રોડ પ્રોજેક્ટ'માં થયેલા કથિત ભ્રષ્ટાચાર અને એક મલેશિયન ઠેકેદારના શંકાસ્પદ મૃત્યુ મામલે વિજિલન્સ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
કેરળના ગૃહમંત્રી રમેશ ચેન્નિથલાએ મલયાન્કીઝુ વેણુગોપાલ નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર ફરિયાદના આધારે આ તપાસના આદેશ આપ્યા છે. નોંધનીય છે કે, 2006માં જ્યારે આ કૌભાંડ અને ઘટના બની ત્યારે જ્ઞાનેશ કુમાર કેરળના જાહેર બાંધકામ વિભાગ (PWD)માં સચિવ (Secretary) તરીકે કાર્યરત હતા.
શું છે સમગ્ર મામલો?
ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, જ્ઞાનેશ કુમારે PWD સચિવ પદ પર હોવા દરમિયાન પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને રોડ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટ આપવામાં ભારે ગુનાહિત ગેરરીતિ આચરી હતી. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા મલેશિયન નાગરિક અને કોન્ટ્રાક્ટર લી સી બીનનું તે સમયે શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું હતું/આપઘાત થયો હતો. આ સમગ્ર કૌભાંડ અને શંકાસ્પદ મૃત્યુ પાછળ ઊંડાણપૂર્વકની વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવી હતી.
દેશભરમાં વિરોધ અને રાજીનામાની માંગ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ વિજિલન્સ તપાસનો આદેશ છૂટતાની સાથે જ રાજકીય ગરમાવો આવી ગયો છે. વિપક્ષી પક્ષોએ જ્ઞાનેશ કુમાર સામે ગંભીર આરોપો મૂકીને તેમના તાત્કાલિક રાજીનામાની માંગ કરી છે અને આ મુદ્દે દેશભરમાં વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા છે. વિજિલન્સ તપાસના અહેવાલ બાદ આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
