<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

પશ્ચિમ બંગાળમાં અદાણી ગ્રુપ દ્વારા ૪૦૦૦ કરોડના ખર્ચે મલ્‍ટીસ્‍પેશિયાલિટી હોસ્‍પિટલનું નિર્માણ કરાશેઃ મુખ્‍યમંત્રી સુવેન્‍દુ અધિકારીના હસ્‍તે શિલાન્‍યાસ

ગૌતમભાઈ અદાણીની વધુ એક મોટી જાહેરાત વિવિધ માળખાકીય પ્રકલ્‍પો માટે અદાણી ગ્રુપ પ.બંગાળમાં ૧ લાખ કરોડથી વધુનું રોકાણ કરશે : ૫૧.૭૫ એકરમાં આકાર લેનાર ‘અદાણી આરોગ્‍ય મંદિર' એક મલ્‍ટી-સ્‍પેશિયાલિટી હોસ્‍પિટલમાં ‘સ્‍ટેપ-ડાઉન' અને ‘ટ્રાન્‍ઝિશનલ કેર' ની સુવિધાઓ સાથેની આ વ્‍યાપક ઇકોસિસ્‍ટમમાં દર્દીઓના સગા-સંબંધીઓ માટે રહેવાની સુવિધા પૂરી પાડવા માટે ‘મેડિટેલ' અને ‘વિશ્રામ ગૃહ'નો પણ સમાવેશ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૪ : પヘમિ પ્રકલ્‍પનો અમલ અદાણી ફાઉન્‍ડેશન કરશે.. આ પ્રકલ્‍પ અંતર્ગત વાર્ષિક ૨,૦૦,૦૦૦થી વધુ ઇન ડોર દર્દીઓ અને ૨૦ લાખથી વધુ આઉટ ડોર દર્દીઓને સેવા અપાશે લગભગ ૧૦,૦૦૦ રોજગારીની તકોનું સર્જન ધરાવતા અને પૂર્વ ભારત તથા તેની બહારના વિસ્‍તારો માટે વિશ્વ કક્ષાનું એકેડેમિક મેડિકલ સેન્‍ટર અને વ્‍યાપક આરોગ્‍યસંભાળ ઇકોસિસ્‍ટમ તરીકે કલ્‍પવામાં આવેલા આ પ્રકલ્‍પમાં રૂ. ૪,૦૦૦ કરોડથી વધુનું રોકાણ કરાશે.

૫૧.૭૫ એકરમાં આકાર લેનાર ‘અદાણી આરોગ્‍ય મંદિર' એક મલ્‍ટી-સ્‍પેશિયાલિટી હોસ્‍પિટલમાં ‘સ્‍ટેપ-ડાઉન' અને ‘ટ્રાન્‍ઝિશનલ કેર' ની સુવિધાઓ સાથેની આ વ્‍યાપક ઇકોસિસ્‍ટમમાં દર્દીઓના સગા-સંબંધીઓ માટે રહેવાની સુવિધા પૂરી પાડવા માટે શ્નમેડિટેલઙ્ખ અને શ્નવિશ્રામ ગળહઙ્ખનો પણ સમાવેશ થશે.

મુખ્‍યમંત્રી સુવેન્‍દુ અધિકારીએ જણાવ્‍યું હતું  કે બંગાળના પુનર્નિર્માણ માટે અમે અદાણીની હાજરીની રાહ જોઈ રહ્યા છીએ. આ આખરી પરિકલ્‍પના માત્ર એક હોસ્‍પિટલના સંકુલની નહી પણ સંપૂર્ણ સંકલિત ‘હેલ્‍થકેર સિટી' હશે. તેમણે કહ્યું હતું કે ભારતમાં કયાંય પણ આટલી ઉચ્‍ચ ગુણવત્તાના ધોરણોની હોસ્‍પિટલ નથી. આ હોસ્‍પિટલ મેડિકલ ટુરિઝમને મોટો વેગ આપશે.

પヘઅિદાણી સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્‍યું હતું કે અદાણી આરોગ્‍ય મંદિર એક વિશ્વ કક્ષાની, બિન-નફાકારી તબીબી સંસ્‍થા હશે જેમાં શામેલ ૨૦૦૦ બેડમાંની એક હજાર બેડ રાજ્‍ય અને કેન્‍દ્ર સરકારની આરોગ્‍ય વીમા યોજનાઓ હેઠળ લાભ મેળવવાને પાત્ર સમાજના આર્થિક રીતે નબળા વર્ગોને સેવા આપશે. શ્રી અદાણીએ મેગા-પ્રકલ્‍પો માટે ગ્રુપનો પાયો બનનારા ગુજરાતના મુન્‍દ્રા સાથે સરખાવતા રાજ્‍યને પૂર્વમાં સમૂહની કર્મભૂમિ તરીકે ઓળખાવ્‍યું હતું. તેમણે ૨૦૩૫ સુધીમાં પヘઅિદાણી આરોગ્‍ય મંદિર સંકૂલમાં વાર્ષિક ૧૫૦ અંડરગ્રેજ્‍યુએટ, ૧૦૦થી વધુ અનુતાાતક અને ૪૦થી વધુ સુપર-સ્‍પેશિયાલિસ્‍ટને સમાવતી એક મેડિકલ કોલેજનું નિર્માણ થશે. ઉપરાંત તેમાં આગામી પેઢીના તબીબો, નર્સો, ટેકનિશિયન અને સંલગ્ન આરોગ્‍યસંભાળ વ્‍યાવસાયિકો માટે એક બહુ-પાંખી ઇકોસિસ્‍ટમ બનાવતી કોલેજ ઓફ ર્નસિંગ અને સંલગ્ન આરોગ્‍ય સંભાળ અને અર્ધ તબીબી શિક્ષણ માટેની સંસ્‍થાનો પણ સમાવેશ હશે આ વ્‍યાપક કેમ્‍પસ ઇકોસિસ્‍ટમમાં આરોગ્‍ય સંભાળના કર્મીઓ અને તેમના પરિવારોને રહેણાંકની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે.

પ્રથમ તબક્કામાં મલ્‍ટી-સ્‍પેશિયાલિટી હોસ્‍પિટલ કેન્‍સરના દર્દીઓની સંભાળ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરી અદ્યતન  ઉચ્‍ચ કક્ષાની વિશિષ્ટ આરોગ્‍ય સેવાઓ પૂરી પાડશે.

અદાણી આરોગ્‍ય મંદિર જીનોમિક્‍સ, ચોકસાઇ દવા, બાયોમેડિકલ ઇન્‍ફોર્મેટિક્‍સ, AI, ક્‍લિનિકલ ટ્રાયલ્‍સ, મોલેકયુલર અને અન્‍ય એપ્‍લાઇડ બાયોમેડિકલ વિજ્ઞાનને આવરી લેતી સંશોધન ઇકોસિસ્‍ટમ વિકસાવશે જે હોસ્‍પિટલ વૈજ્ઞાનિક શોધોને સુધારેલા નિદાન, સારવાર અને નિવારણમાં રુપાંતરીત કરવા પર ભાર મૂકશે.

સંસ્‍થા નવા જ્ઞાન, તકનીકો, ક્‍લિનિકલ માર્ગો અને બૌદ્ધિક સંપત્તિનું સહિયારું નિર્માણ કરી ભારતીય સંશોધન વાતાવરણમાં વૈશ્વિક વૈજ્ઞાનિક કુશળતા અને ક્ષમતાઓ ઉમેરવા માટે આંતરરાષ્‍ટ્રીય ભાગીદારો સાથે કામ કરશે. આ સંશોધન ભારતની અનન્‍ય આરોગ્‍યસંભાળની પ્રાથમિકતાઓનો સામનો કરવા સાથે સમગ્ર વિશ્વને લાભદાયી એવા વૈજ્ઞાનિક ઉકેલો પેદા કરશે.

અદાણી ફાઉન્‍ડેશને ક્‍લિનિકલ સંભાળ, એકેડેમિક મેડીસિન, ડિજિટલ આરોગ્‍ય, ગુણવત્તા, કાર્યશક્‍તિનો વિકાસ અને નવીનતામાં વૈશ્વિક કુશળતા લાવવા માટે અમેરિકાની માયો ક્‍લિનિક ગ્‍લોબલ કન્‍સલ્‍ટિંગ તેમજ સિંગાપોરના સિંગહેલ્‍થ સાથે જોડાણ કર્યું છે. આ રોકાણ કોલકતામાં એક મુખ્‍ય આરોગ્‍યસંભાળ અને શૈક્ષણિક સંસ્‍થા સ્‍થાપિત કરશે. બીજા તબક્કામાં વિશેષતાઓ અને સુપર-સ્‍પેશિયાલિટીમાં શ્રેષ્ઠતા કેન્‍દ્રોના વિકાસ માટે પ્‍લેટફોર્મ બનાવશે. કોલકતામાં એક વ્‍યાપક સ્‍થળાંતર સ્‍થાનનું સ્‍વરુપ આપીને અદાણી આરોગ્‍ય મંદિર આ પ્રદેશમાંથી આરોગ્‍ય હેતુથી સ્‍થળાંતરને ઘટાડવામાં મદદ કરશે.

રાજ્‍યમાં અદાણી સમૂહની ઔદ્યોગિક અને આરોગ્‍યસંભાળની આ પહેલ સાથે શ્રી ગૌતમ અદાણીએ પ્રખ્‍યાત કુમારતુલી ઘાટના જીર્ણોધ્‍ધારમાં યોગદાન આપવાની પણ જાહેરાત કરી હતી. અદાણી ગ્રુપે ઐતિહાસિક રાઇટર્સ બિલ્‍ડીંગના પુનઃસ્‍થાપન અને અદાણી પૂજા પ્રિવ્‍યૂ દ્વારા કોલકતાની દુર્ગા પૂજાની કલા અને ભાવનાને વૈશ્વિક ફલક ઉપર મૂકવા માટે પヘપ્રિદાતાઓ અને બંગાળના વ્‍યાપક ઇકોસિસ્‍ટમને ટેકો આપશે.

(11:57 AM IST)