તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
મુંબઈના ઐતિહાસિક ‘ચિંચપોકલી ચા ચિંતામણી' પંડાલમાં અદાણી પરિવારે કર્યા ગણેશ
પૂજન : દક્ષિણ ભારતીય સ્થાપત્ય શૈલીથી સજ્જ મંડપમાં મેળવ્યા શ્રીજીના આશીર્વાદ ૧૦૭મા વર્ષમાં પ્રવેશેલા માયાનગરીના બીજા સૌથી જૂના સાર્વજનિક ઉત્સવ મંડળમાં અદાણી એન્ટરપ્રાઇઝિસના ડિરેક્ટર પ્રણવ અદાણી અને અદાણી પોર્ટ્સના એમડી કરણ અદાણીએ સહપરિવાર હાજરી આપી દેશની સમળદ્ધ સંસ્કળતિ તથા એકતાને બિરદાવી

મુંબઈ, તા., ૧૬: મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં ગણેશોત્સવનો પાવન પર્વ અત્યંત શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક ઉજવાઈ રહ્યો છે, ત્યારે આર્થિક રાજધાની મુંબઈના અત્યંત લોકપ્રિય અને ઐતિહાસિક સાર્વજનિક ગણેશોત્સવ મંડળ ચિંચપોકલી ચા ચિંતામણી ખાતે અદાણી ગ્રૂપના અગ્રણીઓએ ખાસ ઉપસ્થિતિ દર્શાવી હતી. અદાણી એન્ટરપ્રાઇઝિસના ડિરેક્ટર ણવ અદાણી તથા અદાણી પોર્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ પરિવારના સભ્યો સાથે પંડાલમાં પહોંચીને વિધિવત રીતે વિઘ્નહર્તા બાપ્પાની પૂજા-અર્ચના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ મંગળ પ્રસંગે પ્રણવ અદાણીએ પોતાના ભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મુંબઈની વિરાસત સમાન આ સાર્વજનિક ઉત્સવનો ભાગ બનવું એ અત્યંત ગૌરવ અને સૌભાગ્યની બાબત છે. આ ઉત્સવ ભારતની ગૌરવશાળી સંસ્કળતિ, સનાતન પરંપરા અને સામાજિક એકતાનું સુંદર પ્રતીક બની રહ્યો છે. નોંધનીય છે કે, ૧૮૯૦ના દાયકામાં સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય બાળ ગંગાધર તિલક દ્વારા ઘરગથ્થુ પૂજાને સાર્વજનિક ઉત્સવનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. તે જ પરંપરાને આગળ ધપાવતું ચિંચપોકલી મંડળ મુંબઈનું બીજા ક્રમનું સૌથી જૂનું મંડળ છે, જેનો ઇતિહાસ મુંબઈના કાપડ ઉદ્યોગ અને મિલ કામદારોની સંસ્કળતિ સાથે ગાઢ રીતે જોડાયેલો છે.
ચાલુ વર્ષે ૧૦૭મા વર્ષમાં પ્રવેશ કરી રહેલા આ મંડળ દ્વારા પંડાલમાં અદભુત દક્ષિણ ભારતીય મંદિર સ્થાપત્ય શૈલીની થીમ તૈયાર કરવામાં આવી છે. તિરુમાલા તિરુપતિના ભગવાન વેંકટેશ્વર બાલાજીના સ્વરૂપ પર આધારિત ગણેશ પ્રતિમા સાથે ગરુડ, શંખ, ચક્ર અને પરંપરાગત ધાર્મિક ચિホોનો સમાવેશ કરાયો છે. તે ઉપરાંત હૈદરાબાદ અને ભુવનગિરીના સ્વર્ણગિરી મંદિરની પ્રતિકળતિ સમાન ઊંચા ગોપુરમ અને સુરેખ કોતરણી કામ શ્રદ્ધાળુઓમાં ભારે આકર્ષણ જમાવી રહ્યા છે.
માત્ર ધાર્મિક આસ્થા પૂરતું સીમિત ન રહેતા, ચિંચપોકલી સાર્વજનિક ઉત્સવ મંડળ સામાજિક ઉત્તરદાયિત્વમાં પણ અગ્રેસર છે. અંદાજે ૫,૦૦૦ જેટલા સમર્પિત સ્વયંસેવકોના સહયોગથી આ મંડળ વર્ષભર આરોગ્ય સેવાઓ, રક્તદાન શિબિરો અને શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ જનકલ્યાણકારી પ્રવળત્તિઓ ચલાવે છે. મહામારી જેવા વિષમ સમયમાં પણ આ મંડળે તબીબી સહાય પૂરી પાડી માનવસેવાનું ઉમદા દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
