<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

અદાણી ગેસે CNGમાં રૂા.૪નો વધારો કર્યો, નવો ભાવ હવે રૂા.૯૮.૪૭ થઈ ગયો

દિવાળીના તહેવાર પહેલા જ CNG વાહનચાલકોને મોંઘવારીનો મોટો ઝટકો લાગ્‍યો : ૮૪ દિવસમાં CNGના ભાવમાં રૂા.૮થી વધુનો વધારોઃ ઓટોરિક્ષા, ટેક્‍સી અને કેબ ચલાવતા ડ્રાઇવરોને હવે રોજના ઈંધણ માટે વધુ રૂપિયા ખર્ચવા પડશે

અમદાવાદ તા.૨૩: દિવાળીની ખરીદી અને તહેવારની તૈયારીઓ વચ્‍ચે સામાન્‍ય લોકોને મોંઘવારીનો વધુ એક મોટો ઝટકો લાગ્‍યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ CNGવાહનચાલકો માટે માઠા સમાચાર સામે આવ્‍યા છે. અદાણી ગેસ દ્વારા એક જ દિવસમાં CNGના ભાવમાં સીધો રૂા.૪.૪૫નો વધારો કરવામાં આવ્‍યો છે. જેના કારણે હવે વાહનચાલકોએ ગેસ ભરાવવા માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે. ખાસ વાત એ છે કે છેલ્‍લા અઢી મહિનામાં બીજી વખત CNGના ભાવમાં મોટો વધારો થયો છે. સતત વધી રહેલા ભાવને કારણે ખાસ કરીને રિક્ષા, ટેક્‍સી અને કેબ ચલાવીને રોજગારી મેળવતા લોકોની મુશ્‍કેલી વધી શકે છે.

અદાણી ગેસ દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલોએ રૂા.૪.૪૫નો વધારો કરવામાં આવ્‍યો છે. અગાઉ એક કિલો CNGનો ભાવ રૂા. ૯૪.૦૨ હતો, જે હવે વધીને રૂા. ૯૮.૪૭ થઈ ગયો છે. એટલે કે CNGનો ભાવ હવે પ્રતિ કિલો રૂા.૧૦૦ની નજીક પહોંચી ગયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ હાલમાં સ્‍થિર છે, ત્‍યારે ઘ્‍ફઞ્‍ના ભાવમાં થયેલા આ વધારાથી ગેસ આધારિત વાહનો ચલાવતા લોકોને વધુ ખર્ચ કરવો પડશે. ખાસ કરીને દરરોજ લાંબા અંતરની મુસાફરી કરતા વાહનચાલકોના ખિસ્‍સા પર તેની સીધી અસર પડશે.

CNGના ભાવમાં છેલ્‍લા અઢી મહિનામાં બીજી વખત મોટો વધારો કરવામાં આવ્‍યો છે. અગાઉ ૧ ઓગસ્‍ટે અદાણી ગેસ દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલોએ રૂા.૪નો વધારો કરવામાં આવ્‍યો હતો. હવે ફરી રુા.૪.૪૫નો વધારો થતાં માત્ર ૮૪ દિવસમાં જ CNG પ્રતિ કિલો રૂા.૮.૪૫ મોંઘો થયો છે. આટલા ટૂંકા સમયમાં થયેલા ભાવવધારાને કારણે CNG વાહનચાલકોનું માસિક બજેટ વધી શકે છે. ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલના વધતા ખર્ચથી બચવા CNG વાહનોનો ઉપયોગ કરતા લોકો માટે પણ હવે મુસાફરી મોંઘી બની શકે છે.

અમદાવાદમાં CNGવાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્‍યો છે. અદાણી ગેસ દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલો રૂા.૪.૪૫નો વધારો કરવામાં આવ્‍યો છે. અગાઉ અમદાવાદમાં એક કિલો ઘ્‍ફઞ્‍નો ભાવ રૂા.૯૪.૦૨ હતો, જે હવે વધીને રૂા.૯૮.૪૭ થયો છે. દિવાળી પહેલા થયેલા આ ભાવવધારાને કારણે રિક્ષા, ટેક્‍સી અને અન્‍ય CNG વાહનચાલકોના ખર્ચમાં વધારો થશે. અગાઉ ૧ ઓગસ્‍ટે પણ CNGના ભાવમાં રૂા.૪નો વધારો થયો હતો. આમ, માત્ર ૮૪ દિવસમાં CNGના ભાવમાં કુલ રૂા.૮.૪૫નો વધારો થયો છે.

CNGના ભાવમાં થયેલા વધારાની સીધી અસર લોકલ ટ્રાન્‍સપોર્ટેશન પર પડી શકે છે. ઓટોરિક્ષા, ટેક્‍સી અને કેબ ચલાવતા ડ્રાઇવરોને હવે રોજના ઈંધણ માટે વધુ રૂપિયા ખર્ચવા પડશે. જેના કારણે રિક્ષા અને ટેક્‍સી ચાલકો ભાડાં વધારવાની માગ કરી શકે છે. જો ભાડાંમાં વધારો થશે તો રોજિદી મુસાફરી માટે રિક્ષા અને કેબનો ઉપયોગ કરતા સામાન્‍ય લોકોને પણ વધારાનો ખર્ચ સહન કરવો પડી શકે છે. આમ, ઘ્‍ફઞ્‍ના ભાવમાં વધારો માત્ર વાહનચાલકો જ નહીં, પરંતુ સામાન્‍ય મુસાફરોના બજેટને પણ અસર કરી શકે છે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, ઘ્‍ફઞ્‍ના ભાવમાં વધારો થવા પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના વધતા ભાવ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. પヘમિ એશિયામાં ચાલી રહેલા તણાવ અને સપ્‍લાય ચેઈનમાં સર્જાયેલા વિક્ષેપને કારણે વૈશ્વિક બજારમાં ગેસના ભાવ વધ્‍યા છે. આ ઉપરાંત આયાત કરવામાં આવતો LNG મોંઘો થતાં ગેસ કંપનીઓનો ખરીદી ખર્ચ પણ વધી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસ મોંઘો થવાની અસર સ્‍થાનિક બજાર પર પણ જોવા મળી શકે છે. જેના કારણે સામાન્‍ય વાહનચાલકો અને પરિવહન સાથે જોડાયેલા લોકોનો ખર્ચ વધી શકે છે.

એક તરફCNGના ભાવમાં વધારો કરવામાં આવ્‍યો છે, તો બીજી તરફ અદાણી ટોટલ ગેસ કંપનીના નફામાં પણ વધારો નોંધાયો છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા વર્ષના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો મુજબ, કંપનીને રૂા.૧૭૩ કરોડનો નફો થયો છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન કંપનીને રૂા.૧૬૩ કરોડનો નફો થયો હતો. એટલે કે કંપનીના નફામાં ૫.૯ ટકાનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત કંપનીની આવકમાં પણ ૩૪ ટકાનો વધારો થયો છે અને આવક રૂા.૨,૧૦૯ કરોડ પર પહોંચી છે. PNGની માગ વધવાને કારણે કંપનીની કમાણીમાં તેજી જોવા મળી રહી છે.

દિવાળીના તહેવાર પહેલા જ ઘ્‍ફઞ્‍ના ભાવમાં થયેલા વધારાથી સામાન્‍ય લોકો પર મોંઘવારીનો વધુ એક બોજ આવી શકે છે. ખાસ કરીને દરરોજ ઘ્‍ફઞ્‍ વાહનોનો ઉપયોગ કરતા લોકો, ઓટોરિક્ષા ચાલકો અને કેબ ડ્રાઇવરોને વધુ ખર્ચ કરવો પડશે. છેલ્‍લા ૮૪ દિવસમાં પ્રતિ કિલો રૂા.૮.૪૫નો વધારો થતાં વાહનચાલકોની મુશ્‍કેલી વધી શકે છે. હવે ઘ્‍ફઞ્‍ના ભાવમાં થયેલા આ વધારા બાદ રિક્ષા અને ટેક્‍સીના ભાડાંમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તેના પર પણ લોકોની નજર રહેશે

(10:14 AM IST)