તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
જામીન મળતાં વિજય સરઘસ કાઢવાનું આરોપીને ભારે પડયું: ફરી જેલમાં જવાનો વારો આવ્યો
સુપ્રીમે આગામી સુનાવણીએ આરોપીને કોર્ટમાં રજૂ કરવા હરિયાણા પોલીસને આદેશ કર્યો : સાક્ષીઓને ધમકી આપવાનો પણ હત્યાના આરોપી પર આરોપ

નવી દિલ્હી તા.૧૪: હાઇકોર્ટમાંથી જામીન મળ્યા બાદ હત્યાના આરોપીએ વિજય સરબસ કાઢતાં સુપ્રીમ કોર્ટે આ મામલે કડક વલણ અપનાવ્યું હતું અને આરોપી વિશાલને કોર્ટ સમક્ષ રજૂ કરવાનો હરિયાણા પોલીસને આદેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદ્યલતે જામીન મળ્યા બાદ વિજય સરયસ કાઢવા બદલ આરોપીને આકરી ઝાટકણી પણ કાઢી હતી, જાસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સદીય મહેતાની ખંડપીઠે પોતાના આદેશમાં નોંધ્યું હતું કે આરોપી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરાયું હોવા છતાં તેને હજુ સુધી ક્સ્ટડીમાં લઈને કોર્ટ સમક્ષ રજૂ કરાયો નથી.
ફરિયાદી તરફથી હાજર વકીલે રજૂઆત કરી હતી કે પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટે જામીન આપ્યા બાદ આરોપી વિશાલે વિજય સરથસ કાઢ્યું હતું અને સાહીઓને પમકી આપી હતી. કોર્ટે આ રજૂઆતની પણ નોંધ લીધી હતી. ખંડપીઠે આરોપીને આત્મસમર્પણ કર્યા પછી જામીન માટે અરજી કરવાનો આદેશ આપ્યો હતો જામીન મળ્યા બાદ વિજય સરષસ કાઢવા બદલ આકરી ઝાટકણી કાઢતા કોર્ટે જણાવ્યું હતું કે તમે આત્મસમર્પણ કરો અને ત્યારબાદ જામીન માગો, અમે તમારી અરજી સાંભળીશું. જામીન મળ્યા બાદ વિજય સરપસ કાઢવું યોગ્ય નથી.
ખંઠપીઠે નોંપ્યું હતું કે ઓગસ્ટમાં આરોપી વિરુદ્ધ જારી કરાયેલ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટનો અમલષયો નથીઅને પોલીસે તેની પરપકડ કરી નથી. સુપ્રીમ કોર્ટે હરિયાણાના ચરખી દાદરી જિલ્લાના પોલીસ અપિક્ષકને ભિનજામીનપાત્ર વોરંટનો અમલ કરાવી આરોપી નંબર-૨ને આગામી સુનાવણીની તારીખ ૨૧ વારો આવ્યો સપ્ટેમ્બર, ૨૦૨૬એ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. આ હત્યા કેસમાં હાઇકોર્ટે ૨૩ એપ્રિલે આરોપી વિશાલને જામીન આપ્યા હતાં. આ ઘટના ૨૭ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ બની હતી. આ પછી વિશાલની ધરપકા કરાઈ હતી અને તે ત્રણ વર્ષથી વધુ સમય સુધી જેલમાં રહ્યો હતો. ફરિયાદી રાજબાલાના પરિવારના સભ્યો અને આરોપી વચ્ચે જમીનના વિવાદને લઈને ઝપડો થયો હતો. વિશાલે વિવાદિત જમીન પર ટિનના શેઠ બનાવવાનું શરૂ કર્યા બાદ બંને પક્ષો વચ્ચે તકરાર થઈ હતી. ઝઘડા દરમિયાન વિશાલે કથિત રીતે લાઠી અને કુહાડી વડે અનેક લોકો પર ઘુમલો કર્યો હતો.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
