<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

એક્ઝિટ પોલ અનુસાર આસામમાં ભાજપ ફરીથી બનાવશે સરકાર

‘આજ તક-એક્સિસ માય ઇન્ડિયા’ એક્ઝિટ પોલ મુજબ ભાજપને આસામમાં 88 થી 100 બેઠકો જ્યારે કોંગ્રેસને 24 થી 36 બેઠકો મળવાનો અંદાજ

પાંચ રાજ્યોની ચૂંટણી સંપન્ન થયા બાદ, જાહેર થયેલા વિવિધ એક્ઝિટ પોલ અનુસાર, આસામમાં ભાજપ ફરી એકવાર સરકાર બનાવવા માટે તૈયાર હશે.  પીપલ ઇનસાઇટ એક્ઝિટ પોલ અનુસાર,  ભાજપ આસામમાં સરકાર બનાવવા માટે તૈયાર દેખાય છે. આ અંદાજ મુજબ, ભાજપને 88 થી 96 બેઠકો, કોંગ્રેસને 30 થી 34 બેઠકો અને ‘અન્ય’ને 2 થી 4 બેઠકો મળવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે.

‘આજ તક-એક્સિસ માય ઇન્ડિયા’ એક્ઝિટ પોલ મુજબ ભાજપને આસામમાં 88 થી 100 બેઠકો મળવાનો અંદાજ છે, જ્યારે કોંગ્રેસને 24 થી 36 બેઠકો મળવાનો અંદાજ છે.

(7:30 PM IST)