તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 19th October 2026
ટાઇગર શ્રોફ ગોળીબાર બાદ અભિજિત દિપકેનો સરકાર ઉપર પ્રહાર: વિદ્યાર્થીઓ અને કાર્યકરોને બદલે સાચા ગુનેગારો ઉપર ધ્યાન આપવા પોલીસને ટકોર
દિપકેએ સરકાર અને પોલીસની પ્રાથમિકતાઓ ખોટી દિશામાં હોવાનો આક્ષેપ કર્યો

નવી દિલ્હી: મુંબઈમાં અભિનેતા ટાઇગર શ્રોફની કાર ઉપર થયેલા ગોળીબાર બાદ કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દિપકેએ સરકાર અને પોલીસની કાર્યપ્રાથમિકતા સામે સવાલ ઉઠાવ્યો છે. એક્સ ઉપરની પોસ્ટમાં તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓ અને કાર્યકરો સામે કાર્યવાહી કરવાને બદલે પોલીસે વાસ્તવિક ગુનેગારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
દિપકેએ સરકાર અને પોલીસની પ્રાથમિકતાઓ ખોટી દિશામાં હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમની આ પ્રતિક્રિયા જુહુમાં રવિવારે સાંજે બનેલી ઘટનાના અનુસંધાને આવી છે. પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે અને પ્રકરણ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યું છે. આ દરમિયાન ગોળીબારના કેસમાં કોટામાંથી બેની ધરપકડ થઈ છે અને એક સગીરને અટકાયતમાં લેવાયો છે.
(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
