તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
અભિજીત દિપકે, સૌરભ દાસ અને આશુતોષ રાંકાને પોલીસ અલગ અલગ જગ્યાએ લઈ ગઈ.
ફ્લાઇટ લેન્ડ થતાંની સાથે જ દિલ્હી પોલીસના અધિકારીઓ વિમાનમાં ઘૂસી ગયા અને ત્રણેય નેતાઓની અટકાયત કરી હતી

નવી દિલ્હી : દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP )ના અભિજીત દિપકે, સૌરભ દાસ અને આશુતોષ રાંકાને અલગ અલગ જગ્યાએ લઈ ગઈ. ત્રણેયને પોલીસે આઈજીઆઈ એરપોર્ટ પર અટકાયતમાં લીધા. ફ્લાઇટ લેન્ડ થતાંની સાથે જ દિલ્હી પોલીસના અધિકારીઓ વિમાનમાં ઘૂસી ગયા અને ત્રણેય નેતાઓની અટકાયત કરી. આ દરમિયાન, તેમની પોલીસ અધિકારીઓ સાથે દલીલ પણ થઈ હતી
કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા SIR અને CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી સાથે કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનને કારણે આજે દિલ્હીના જંતર મંતર પર ઘણી ગતિવિધિઓ જોવા મળી રહી છે. દિલ્હી પોલીસે જંતર મંતર પર વિરોધ પ્રદર્શનની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હોવા છતાં, CJP નેતાઓએ વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે, જેના કારણે દિલ્હી પોલીસે નવી દિલ્હી જિલ્લાને ઘેરી લીધો છે. .
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
