તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
ગુજરાત સ્થાનિક ચૂંટણી પહેલા AAPને મોટો ઝટકો:કન્ટેન્ટ ચોરીના આરોપમાં ફેસબુક-ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક
ગુજરાતી ફિલ્મો અને કલાકારોના અનધિકૃત ઉપયોગના આક્ષેપ: કોપીરાઈટ ભંગ મામલે કડક કાર્યવાહી:AAPના ડિજિટલ પ્રચાર મોડેલ પર ઉઠ્યા સવાલ

અમદાવાદ :ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પ્રચાર હવે પૂર્ણ થયો છે અને મતદાન પહેલા રાજકીય વાતાવરણ ગરમાયું છે. 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે મતગણતરી થવાની છે. આ વચ્ચે ડિજિટલ પ્રચારમાં સક્રિય રહેલી આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. કન્ટેન્ટ ચોરીના આરોપોને પગલે પાર્ટીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
acebook અને Instagram દ્વારા AAP ગુજરાતના એકાઉન્ટ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.વારંવારના કોપીરાઈટ,કાનૂની નિયમોના ઉલ્લંઘન,ડિજિટલ પ્રચારમાં ગેરકાયદેસર
આ કારણોસર AAPના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે.
AAP પર આરોપ છે કે પાર્ટીએ ગુજરાતી ફિલ્મો અને કલાકારોના કન્ટેન્ટનો અનધિકૃત ઉપયોગ કર્યો:સાહેબ,છેલ્લો દિવસ,મલ્હાર ઠક્કર,યશ સોની
આ તમામનો ઉપયોગ પરવાનગી વગર પ્રચાર માટે કરવામાં આવ્યો હોવાના આરોપ છે.
નિષ્ણાતોના મતે, આ પ્રકારના કેસો હવે એક પેટર્ન બની રહ્યા છે:કન્ટેન્ટ ક્રિએટર્સના અધિકારોનો ભંગ,ફિલ્મ અને ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી માટે ચિંતાજનક પરિસ્થિતિ, AAPના ડિજિટલ પ્રચાર મોડેલ પર સવાલ
આ ઘટનાએ રાજકીય પાર્ટીઓના ડિજિટલ કેમ્પેઇન પર પણ ચર્ચા ઊભી કરી છે.
આ સમગ્ર મામલે હવે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે કે:શું આ ડિજિટલ ઇનોવેશન છે?કે પછી કાયદાનો ભંગ કરીને પ્રચાર કરવાની રીત?
ડિજિટલ પ્લેટફોર્મ્સ હવે કોપીરાઈટ મામલે વધુ સખત બન્યા હોવાનું પણ સ્પષ્ટ થયું છે.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
