<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

આમિર ખાને મુંબઈમાં એક નહીં ત્રણ-ત્રણ ફલેટ ભાડે લીધા

સૌથી મોટા ફલેટનું મહિનાનું ભાડું ૨૦ લાખ રૂપિયા છે, જ્‍યારે બાકીના બે ફલેટનું ભાડું મહિને ૯-૯ લાખ રૂપિયા

મુંબઈ,તા.૨૦: 'મિસ્‍ટર પરફેક્‍શનિસ્‍ટ' તરીકે જાણીતા આમિર ખાન છેલ્‍લા ઘણા દિવસોથી ભારે ચર્ચામાં છે. હવે આમિર ખાન પ્રોપર્ટી ઇન્‍વેસ્‍ટમેન્‍ટને લઈને ફરી ચર્ચામાં આવ્‍યા છે. આમિર ખાને મુંબઈના સાંતાક્રુઝ (વેસ્‍ટ) વિસ્‍તારમાં ત્રણ લક્‍ઝરી ફલેટ ભાડે લીધા છે. આ ત્રણેય ફલેટનું મહિનાનું ભાડું ૩૮ લાખ રૂપિયા છે. પ્રોપર્ટી રજિસ્‍ટ્રેશન ડોક્‍યુમેન્‍ટ મુજબ, આમિર ખાને આ ફલેટ ચાર વર્ષ માટે ભાડે લીધા છે. આમાંથી સૌથી મોટા ફલેટનું મહિનાનું ભાડું ૨૦ લાખ રૂપિયા છે, જ્‍યારે બાકીના બે ફલેટનું ભાડું મહિને ૯-૯ લાખ રૂપિયા છે.

૧૨,૨૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલા છે ત્રણ ફલેટ - 'CRE મેટ્રિક્‍સ' (CRE Matrix) દ્વારા સામે આવેલા પ્રોપર્ટી રજિસ્‍ટ્રેશન ડોક્‍યુમેન્‍ટ અનુસાર, આમિર ખાને સાંતાક્રુઝ વેસ્‍ટમાં 'સીઝન્‍સ ત્રિમૂર્તિ' (Seasons Trimurti) નામની બિલ્‍ડિંગમાં આ ત્રણ ફલેટ ભાડે લીધા છે. આ ફલેટ્‍સ ૧૪મા, ૧૨મા અને ૧૧મા માળે આવેલા છે

સૌથી મોટો ફલેટ ૬,૨૦૦ ચોરસ ફૂટનો છે, જેનું દર મહિને ભાડું ૨૦ લાખ રૂપિયા છે. જ્‍યારે, બીજા બે ફલેટ ૩,૦૦૦-૩,૦૦૦ ચોરસ ફૂટના છે અને તેનું મહિનાનું ભાડું ૯-૯ લાખ રૂપિયા છે. આમ, ત્રણેય ફલેટનો કુલ કાર્પેટ એરિયા ૧૨,૨૦૦ ચોરસ ફૂટ થાય છે. ઉલ્‍લેખનીય છે કે, દરેક એપાર્ટમેન્‍ટ સાથે ત્રણ કાર પાર્કિગની જગ્‍યાઓ મળે છે, જેનાથી આમિર ખાન પાસે કુલ નવ પાર્કિગ સ્‍પોટ ઉપલબ્‍ધ થશે.

ચાર વર્ષનો કરાર - આ કરાર આમિર ખાન અને પ્રોપર્ટી ડેવલપર 'સીઝન્‍સ એવન્‍યુઝ પ્રોપર્ટીઝ' વચ્‍ચે કરવામાં આવ્‍યો છે. કરારનો સમયગાળો ૪૮ મહિના (ચાર વર્ષ) છે, જે ૧ જાન્‍યુઆરી, ૨૦૨૭થી શરૂ થઈને ૩૧ ડિસેમ્‍બર, ૨૦૩૦ સુધી ચાલશે. ત્રણેય ફલેટના ભાડામાં દર વર્ષે ૫ ટકાનો વધારો થશે. આ ઉપરાંત, કુલ સિક્‍યોરિટી ડિપોઝિટ રૂ.૩૮ લાખ રાખવામાં આવી છે, જે એક મહિનાના કુલ ભાડાની રકમ જેટલી છે.

શરૂઆતના ભાડા મુજબ, આમિર ખાને એક વર્ષ દરમિયાન કુલ રૂ.૪.૫૬ કરોડ ભાડા પેટે ચૂકવવા પડશે. કરાર મુજબ, સોસાયટી મેન્‍ટેનન્‍સ ચાર્જ, પાણીના બિલ અને મિલકત કે મ્‍યુનિસિપલ સંબંધી તમામ વર્તમાન કે ભવિષ્‍યના પૈસા ભાડામાં સામેલ છે. આ પૈસા મકાનમાલિક દ્વારા ચૂકવવામાં આવશે. હાલમાં, આ બાબતે આમિર ખાન કે પ્રોપર્ટી ડેવલપર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

(10:17 AM IST)