તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
૧૩ વર્ષ મોટી આન્ટીના રુપ પર મોહી ગયો ફુટડો જવાનઃ ગામમાં મળવા જતાં લોકોએ પકડીને ઢીબી નાખ્યો
આન્ટી ત્રણ બાળકોની માતા : કાનપુર જિલ્લામાં એક અનોખો પ્રેમપ્રસંગ ચર્ચાનો વિષય

કાનપુર તા.૧૦: ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં એક અનોખો પ્રેમપ્રસંગ ચર્ચાનો વિષય બન્યો છે. અહીં એક યુવકને પોતાના કરતાં ૧૩ વર્ષ મોટી અને ત્રણ બાળકોની માતા સાથે પ્રેમ થઈ ગયો. પણ જ્યારે તે પોતાની પ્રેમિકાના બોલાવા પર તેને મળવા ગામ પહોંચ્યો, ત્યારે તેમની લવ સ્ટોરીમાં અચાનક નવો ટ્વિસ્ટ આવી ગયો. યુવકને પકડીને ધોઈ નાખ્યો અને લગભગ ૩૦ કલાક સુધી રૂમમાં બંધ રાખવામાં આવ્યો હતો. આખરે તેને છોડાવવા પોલીસને વચ્ચે આવવું પડ્યું.
આ ઘટના કાનપુરના સાઢ થાણા વિસ્તારના છાંજા ગામની છે. માહિતી મુજબ, યુવક પોતાની મહિલા મિત્રને મળવા તેના ગામમાં પહોંચ્યો હતો. મહિલા યુવક કરતાં ૧૩ વર્ષ મોટી છે અને તેને ત્રણ સંતાનો પણ છે. જ્યારે યુવક ગામમાં પહોંચ્યો ત્યારે મહિલાના પરિવારજનોએ તેને પકડી લીધો. તેનો મોબાઇલ ફોન છીનવી લેવામાં આવ્યો અને તેને એક રૂમમાં બંધ કરી દેવામાં આવ્યો. યુવક લગભગ ૩૦ કલાક સુધી ત્યાં કેદ રહ્યો હતો.
યુવકની સ્થિતિ જાણીને મહિલા ચિતિત બની ગઈ. તેને ભય હતો કે પરિવારજનો યુવક સાથે કોઈ અનિચ્છનીય ઘટના કરી શકે છે. તક મળતાં જ તે સીધી સાઢ પોલીસ સ્ટેશન પહોંચી અને સમગ્ર ઘટનાની જાણકારી આપી. મહિલાની ફરિયાદ મળ્યા બાદ પોલીસ તાત્કાલિક ગામમાં પહોંચી અને યુવકને રૂમમાંથી બહાર કાઢ્યો.
પોલીસ જ્યારે યુવક અને મહિલાને લઈને ચોકીએ જવા નીકળી ત્યારે ગામલોકો અને મહિલાઓ ઉશ્કેરાઈ ગયા. તેમણે પોલીસની ગાડીને ઘેરી લીધી અને બંનેને લઈ જવાનો વિરોધ કર્યો હતો. પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે પોલીસકર્મીઓ અને ગામલોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધક્કામુક્કી શરૂ થઈ ગઈ.
હોબાળા દરમિયાન કેટલીક મહિલાઓએ યુવકને પોલીસની ગાડીમાંથી નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો. યુવકને બચાવવા પહોંચેલા સબ-ઇન્સ્પેક્ટર આશિષ સિહ સાથે પણ મહિલાઓની અથડામણ થઈ હતી. જેમ જેમ સ્થિતિ વધુ તંગ બનતી ગઈ, તેમ સાઢ પોલીસે નજીકના અન્ય પોલીસ સ્ટેશનોમાંથી વધારાનો પોલીસ બંદોબસ્ત મંગાવવો પડ્યો હતો.
લાંબા પ્રયત્નો બાદ પોલીસ યુવક અને મહિલાને સુરક્ષિત રીતે ચોકીએ લઈ જવામાં સફળ રહી. પોલીસ સાથે હાથાપાઈ અને સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવાના આરોપસર ૧૧ નામજદ સહિત અન્ય કેટલાક લોકો સામે FIR નોંધવામાં આવી છે. હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને મામલાના તમામ પાસાઓની તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
