<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

લકવાગ્રસ્‍ત હોવાનો ઢોંગ કરતા યુવાનને મોટું ઇન્‍જેક્‍શન આપીને સાજો કરવાની વાત કરી તો ભાઈ ઊભા થઈને ડબલ સ્‍પીડે રફુચક્કર

નવી દિલ્‍હી તા.૨૯: રસ્‍તા પર કે ટ્રાફિક સિગ્નલ્‍સ પર લાચારી કે શારીરિક અસમર્થતાનો ઢોંગ કરીને લોકોની સહાનુભૂતિ મેળવતા ભિક્ષુકની પોલ ખોલતા એક વિડિયોએ ભારે રમૂજી ક્ષણો ઊભી કરી હતી. રસ્‍તા પર પેરેલિસિસ થયો હોવાથી તે પગ હલાવી શકે એમ નથી એવો દેખાવ કરીને ભીખ માગતા એક યુવાનને વિડિયોમાં એક ભાઈ જાયન્‍ટ સાઇઝનું ઇન્‍જેક્‍શન દેખાડીને સાજો કરવાની વાત કરતા દેખાય છે. વિડિયો બનાવનારાએ રોડ પર આડા પડેલા યુવાનને પૂછ્‍યું કે ક્‍યારથી તેને આ તકલીફ છે? કોઈ સારવાર કરાવી છે કે નહીં? કયા ડોક્‍ટર પાસે સારવાર કરાવી છે? જોકે એ વખતે અગડંબગડં જવાબો પરથી તે ખોટું બોલી રહ્યો છે એવું સ્‍પષ્ટ થતું જતું હતું. એટલે વિડિયો ઉતારનારા માણસે ખિસ્‍સામાંથી નોર્મલ કરતાં ડબલ સાઇઝની ઇન્‍જેક્‍શનની સિરિન્‍જ કાઢીને દાવો કર્યો કે આ ઇન્‍જેક્‍શન લગાવવાથી તારો લકવો મટી જશે. પહેલાં તો ભિક્ષુકે આનાકાની કરી પણ જ્‍યારે તેને લાગ્‍યું કે કદાચ ઇન્‍જેક્‍શન ખરેખર મારી દેવામાં આવશે ત્‍યારે તે પલકવારમાં ઊભો થઈને ડબલ સ્‍પીડે ત્‍યાંથી ભાગી જાય છે. જે માણસ પગ હલાવી નહોતો શકતો તે ઉસેન બોલ્‍ટની સ્‍પીડે ત્‍યાંથી રફુચક્કર થઈ જાય છે

(10:02 AM IST)