તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
ગેસના બાટલાની ડિલિવરી આપવા ગયો હતો યુવકઃ ગામના લોકોએ પકડીને યુવતી સાથે લગ્ન કરાવી દીધા
બિહારના મુઝફફરપુરમાંથી એક અનોખો પ્રેમ પ્રસંગનો મામલો સામે આવ્યો

મુઝફફરપુર,તા.૨૩: બિહારના મુઝફફરપુરમાંથી એક અનોખો પ્રેમ પ્રસંગનો મામલો સામે આવ્યો છે. જિલ્લાના કાંટી વિસ્તારના કોઠિયા ગામમાં મોડી રાતે ગામલોકોએ એક યુવકને યુવતી સાથે પકડી લીધો. ત્યાર બાદ બંનેને ગામના ભગવાન શિવના મંદિરમાં લઈ જઈ લગ્ન કરાવી દીધા. ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ. લોકો આખા ઘટનાક્રમને જઈ ચોંકી ગયા. વળી માંગમાં સિંદૂર ભર્યા બાદ યુવક યુવતીને પોતાના ઘરે લઈ જવાની ના પાડવા લાગ્યો. યુવકનું કહેવું હતું કે ભીડે તેમને બળજબરી લગ્ન કરવા માટે મજબૂર કર્યો. વળી યુવતીએ યુવક સાથે પ્રેમ સંબંધ હોવા અને તેની સાથે લગ્ન કરવાની વાત કહી હતી.
જાણકારી અનુસાર, યુવકની ઓળખ અભિષેક કુમાર તરીકે થઈ છે. વળી કાંટી એચપી પેટ્રોલ પંપ પાસે રહેતો હોવાનું કહેવાય છે. વળી યુવતી કાંટી પોલીસ સ્ટેશન વિસ્તારના કોઠિયા ગામના કુશવાહા ટોલાની રહેવાસી છે. કહેવાય છે કે અભિષેક યુવતીને મળવા હંમેશા તેના ઘરે આવતો હતો. તેની જાણકારી ગામલોકોને થઈ ગઈ હતી. મોડી રાતે ગામલોકોએ યુવકને યુવતી સાથે પકડી લીધો. ત્યાર બાદ બંને ગામના ભગવાન શિવ મંદિરમાં લઈ ગયા, જ્યાં ગામલોકોએ તેમના લગ્ન કરાવી દીધા. લગ્ન દરમ્યાન મંદિર પરિસરમાં ગામ લોકોની ભીડ એકઠી થઈ ગઈ. લગ્નની રમ પૂરી થયા બાદ જ્યારે યુવકે યુવતીને પોતાના ઘરે લઈ ના પાડી તો આખો માહોલ બદલાઈ ગયો.
યુવક અભિષેકનો દાવો છે કે તે ગેસ એજન્સીમાં કામ કરે છે અને ગેસ સિલિન્ડર પહોંચાડવાના કામથી આ વિસ્તારમાં આવ્યો હતો. તેના જણાવ્યા અનુસાર, યુવતીએ તેને ગેસ સિલિન્ડર આપવા માટે બોલાવ્યો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ તેને પકડી લીધો અને બળજબરીથી લગ્ન કરાવી દીધાં હતાં. યુવકનું કહેવું છે કે લગ્ન કરવા માટે તેના પર દબાણ કરવામાં આવ્યું હતું. તેણે યુવતીને પોતાના ઘરે લઈ જવાનો પણ ઇનકાર કર્યો હતો.
બીજી તરફ, યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે તે અભિષેક સાથે છેલ્લા ૮થી ૯ મહિનાથી ફોન પર વાતચીત કરતી હતી. યુવતીના પક્ષનો દાવો છે કે બંને વચ્ચે ઘણા મહિનાઓથી પ્રેમસંબંધ હતો. બંને મોબાઇલ ફોન પર વાતચીત કરતા હતા અને યુવક અવારનવાર તેને મળવા પણ આવતો હતો. યુવતીએ જણાવ્યું હતું કે તે અભિષેકને પ્રેમ કરે છે અને તેની સાથે જ લગ્ન કરવા માંગે છે. આમ, યુવક અને યુવતી વચ્ચેના સંબંધોને લઈને બંને પક્ષના અલગ-અલગ દાવા સામે આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ કાંટી પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંનેને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ જઈ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.
હાલમાં યુવક તેના પર બળજબરીથી લગ્ન કરાવવાનો આરોપ લગાવી રહ્યો છે, જ્યારે યુવતી બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનો અને અભિષેક સાથે જ લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી રહી છે. પોલીસ બંને પક્ષોનાં નિવેદનો નોંધી સમગ્ર ઘટનાક્રમની તપાસ કરી રહી છે.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
