<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

યુવકે ઘરમાં ઘુસી બળજબરી મહિલાની માંગમાં સિંદૂર ભરી દીધું: પછી ભાગી ગયો, હવે આખું ગામ શોધવા નીકળ્‍યું

વાયરલ વીડિયોના આધાર પર પોલીસે ફરિયાદ નોંધી

સમસ્‍તીપુર,તા.૩૧: બિહારમાં મહિલાઓ વિરુદ્ધ ક્રાઈમ રોકાવાનું નામ નથી લઈ રહ્યા. સમસ્‍તીપુરમાં યુવકે બળજબરી એક મહિલાના ઘરમાં ઘુસીને તેની માગમાં સિદૂર ભરી દીધું. લોકોને તે કહેતો હતો કે અમે પ્રેમ કરીએ છીએ. ત્‍યાર બાદ ઘરની બહાર પણ મહિલા મનાવતી રહી પણ માન્‍યો નહીં અને તેની માંગમાં સિદૂર ભરી દીધું. વાયરલ વીડિયોના આધાર પર પોલીસે ફરિયાદ નોંધી લીધી છે. હવે તેને શોધી રહી છે.

આ મામલો ખાનપુર વિસ્‍તારનો છે. વાયરલ વીડિયોમાં દેખાઈ રહેલા બીજા દ્રશ્‍યોમાં મહિલા એક ઘરની અંદર હોય તેવું લાગી રહ્યું છે, ત્‍યાં પણ યુવક મહિલાની માંગમાં સિદૂર ભરતો દેખાય છે. આ દરમ્‍યાન અમુક લોકો મહિલાને પકડતા દેખાઈ રહ્યા છે. મહિલા સતત તેનો વિરોધ કરતી રહી છે. જો કે, એક યુવકે અન્‍ય વ્‍યક્‍તિના સહયોગથી તેની માગમાં સિદૂર ભરી દે છે. વીડિયોમાં વાતચીત દરમ્‍યાન યુવક મહિલાને પ્રેમ કરતો હોવાની વાત સંભળાઈ રહી છે.

મહિલા કોર્ટ મેરેજ કરવા અને ગામમાં નહીં રહેવાની વાત કરતી દેખાઈ. તેના પર ત્‍યાં હાજર એક અન્‍ય યુવકે બંનેના લગ્ન કરાવી ગામમાં જ રહેવા અને દુકાન ચલાવવાની વાત કરતા દેખાય છે. આ મામલાને લઈ સમસ્‍તીપુર પોલીસે પ્રેસ નોટ જાહેર કરી જણાવ્‍યું છે કે સોશિયલ મીડિયા પર પ્રસારિત વીડિયો ખાનપુર વિસ્‍તારના સોભન ગામનો છે. વીડિયોના વેરિફિકેશન દરમ્‍યાન જાણકારી મળી છે કે બંને એકબીજાને પહેલાથી જાણતા હતા. આ ઘટના ૨૮ ઓક્‍ટોબરની હોવાનું કહેવાય છે. હાલમાં પોલીસ આરોપીને શોધી રહી છે.

 

(10:12 AM IST)