<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

નોઈડા સેક્ટર-94ની સુપરનોવા બિલ્ડિંગના 43માં માળેથી એક યુવકે કથિત રીતે છલાંગ લગાવી આત્મહત્યા કરી

યુવાનના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા :યુવક સુપરનોવાના Airbnbમાં રોકાયો હતો :પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી:મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો

નવી દિલ્હી :નોઈડામાં આવેલી સુપરનોવા બિલ્ડિંગમાંથી એક યુવકે કથિત રીતે છલાંગ લગાવી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ યુવકે બિલ્ડિંગની 43મી માળેથી નીચે છલાંગ લગાવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે.

આ ઘટના નોઈડાના સેક્ટર-94માં આવેલી સુપરનોવા ઈમારતમાં બની હોવાનું સામે આવ્યું છે. સુપરનોવા નોઈડાની સૌથી ઊંચી ઈમારતોમાંની એક છે અને તેને ઉત્તર પ્રદેશની સૌથી ઊંચી ઇમારત તરીકે પણ ઓળખવામાં આવે છે. યુવકે બિલ્ડિંગની 43 માં માળેથી છલાંગ લગાવતાં ઘટનાસ્થલે અફરાતફરી મચી ગઈ છે.  આ ઘટનામાં યુવાનના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. પોલીસે મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. જોકે, હાલ સુધી યુવકની ઓળખ અંગે કોઈ માહિતી સામે આવી નથી. યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે પણ સ્પષ્ટ થયું નથી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને ઘટનાની પાછળના સંભવિત કારણો અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

પ્રાથમિક માહિતી અનુસાર, યુવક સુપરનોવા બિલ્ડિંગમાં આવેલા Airbnb માં રોકાયો હતો. પોલીસ હવે યુવક ક્યારે બિલ્ડિંગમાં આવ્યો હતો, કોની સાથે હતો અને ઘટનાથી અગાઉ તેની કોઈ સાથે વાતચીત થઈ હતી કે કેમ તે સહિતના મુદ્દાઓની તપાસ કરી રહી છે. આ ઉપરાંત બિલ્ડિંગમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા  છે.

(1:57 PM IST)