તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
સમાજના ગંભીર પ્રશ્નોને સિનેમાના માધ્યમથી સ્પર્શતી અદભૂત ગુજરાતી ફિલ્મ : મારણ
ગુજરાતી ફિલ્મો ગુજરાતી ભાષા શિખવા માટે બનાવું છું: અભિષેક જૈન : થિયેટરમાં આંખ-કાન ખુલ્લા રાખી બેસશો તો મારણ ફિલ્મ તમને તેની દુનિયામાં ખેંચી જશેઃ યશ સોની : ગુજરાતમાં આવી ગુજરાતી ફિલ્મો કરું ત્યારે ખુબજ ખાસ અનુભવ થાય છેઃ દિક્ષા જોશી :મારણ ફિલ્મ સમાજ માટે ખુબ જરૂરી છેઃ શ્રૃહદ ગોસ્વામી : માનવ તસ્કરી અને મહિલા સશક્તિકરણના વિષયને કેન્દ્રમાં રાખતી અભિષેક જૈનની મહત્ત્વાકાંક્ષી રજૂઆત :હાલ થિયેટરમાં હાઉસફુલ જઇ રહી છે. પ્રેક્ષકોનો ધોધમાર આવકાર.: ગુજરાતી સિનેમામાં વિષયવૈવિધ્યનું ઉત્તમ ઉદાહરણ : સમાજમાં અસમાનતા, શોષણ અને અત્યાચાર સામે લડતી બે ષીઓ ભાવનાત્મક અને વાસ્તવિક ઘટનાઓ દ્વારા દર્શકોને અનુભૂતિ કરાવે છે. : અનેક લ્લશ્યો એવા છે જે ફિલ્મ પૂરી થયા પછી પણ લાંબા સમય સુધી મનમાં જીવંત રહેશે.: રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ૨૦૨૬માં શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો પુરસ્કાર વિજેતા

ગુજરાતી ફિલ્મ મારણ થિયેટરમાં ચાલી રહી છે જેને લોકોએ ખુબ પ્રેમથી વધાવી લીધી છે તેનાં કલાકારો અકિલાના આંગણે મહેમાન બન્યા હતા અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને અકિલા વેબ એીડશનનાં તંત્રી તેમજ અકિલાના એક્ઝીક્યુટીવ એડિટર શ્રી નિમીષભાઈ ગણાત્રા સાથે દિગ્ગજ દિગ્દર્શક અભિષેક જૈન, યશ સોની, દીક્ષા જોશી અને શ્રૃહદ ગોસ્વામી તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃઅભિજીત બગથરીયા)
રાજકોટ, તા.૦૧: ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ છેલ્લા એક દાયકામાં ઝડપથી બદલાયો છે. એક સમય હતો જ્યારે હાસ્યપ્રધાન અને પારિવારિક ફિલ્મો જ બોક્સ ઓફિસ પર રાજ કરતી હતી. પરંતુ હવે ગુજરાતી સિનેમા માત્ર મનોરંજન પૂરતો સીમિત રહ્યો નથી. સામાજિક પ્રશ્નો, માનસિક સંઘર્ષ, મહિલાઓના અધિકારો અને માનવીય સંવેદનાઓ જેવા વિષયો પણ પડદા પર સ્થાન મેળવી રહ્યા છે. આ જ પરિવર્તનને વધુ મજબૂત બનાવતી ગુજરાતી ફિલ્મ છે ‘મારણ' હાલ થિયેટરમાં હાઉસફુલ જઇ રહી છે. પ્રેક્ષકોનો ધોધમાર આવકાર મળ્યો છે. દિગ્દર્શક અભિષેક જૈનની આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં એક અલગ પ્રકારની રજૂઆત છે. ગંભીર વિષય, સંવેદનશીલ અભિગમ અને અસરકારક કથનશૈલી સાથે ‘મારણ' માત્ર એક ફિલ્મ નહીં, પરંતુ સમાજને પ્રશ્નો પૂછતી અને વિચારવા પ્રેરતી કૃતિ બનીને સામે આવે છે.
‘મારણ' એક એવી ગુજરાતી ફિલ્મ છે જે સમાજના અત્યંત સંવેદનશીલ અને ગંભીર મુદ્દા માનવ તસ્કરી, મહિલાઓ પર થતા અત્યાચાર, લિગભેદ અને પિતૃસત્તાક માનસિકતાને કેન્દ્રસ્થાને રાખે છે. ફિલ્મ દર્શકોને મનોરંજન આપવાની સાથે એક એવો અરીસો પણ બતાવે છે જેમાં સમાજની કડવી વાસ્તવિકતા સ્પષ્ટપણે દેખાય છે. જાણીતા ફિલ્મમેકર અભિષેક જૈને અત્યાર સુધી અનેક સફળ અને લોકપ્રિય ફિલ્મો દ્વારા ગુજરાતી સિનેમાને નવી દિશા આપી છે. પરંતુ ‘મારણ' તેમના સર્જનાત્મક પ્રવાસમાં એક અલગ જ પ્રકારનો પ્રયાસ છે. ‘અકિલા'ના આંગણે ફિલ્મના દિગ્દર્શક અભિષેક જૈને, કલાકારો યશ સોની, દિક્ષા જોશી, શ્રુહદ ગોસ્વામી મહેમાન બન્યા હતા અને આ અદભૂત ફિલ્મ વિશે માહિતી આપી હતી.
બે યાર, કેવી રીતે જઇશ, રોંગ સાઇડ રાજુ જેવી ગુજરાતી ફિલ્મો આપનર લેખક, દિગ્દર્શક, નિર્માતા અભિષેક જૈને જણાવ્યું હતું કે, ફિલ્મનો વિચાર પહેલા આવી ગયો હતો ફિલ્મનું ટાઈટલ પહેલા અંગ્રેજી હતું ‘મીસીંગ'નું ગુજરાતી એટલું જાણતો નથી પણ હું માનું છું કે ગુજરાતી ફિલ્મો ગુજરાતી ભાષા શીખવા માટે બનાવું છું ‘મારણ' શબ્દ ગિરમાંથી મળ્યો છે. એક સિંહ શિકાર કરે અને શિકાર માટે જે પ્રયોજન કરે એને પણ મારણ કહેવાય. સમાજમાં એવા પણ ઘણા પુરૂષો હોય જે દુષ્કર્મી હોય તે શિકારી છે. અને દિકરી-બહેનો જે શિકારી થઈ જાય છે તે બકરીઓ છે અને સમાજ જે આવા શિકારનું પ્રયોજન શિકારીને કરી આપે છે એટલા ટાઇમ માટે ટાઈટલ ફિલ્મનું ‘મારણ' રખાયું છે.
અભિષેક જૈન કહે છે, મારણ ફિલ્મ બનાવવા નીકળ્યા ત્યારથી અભિગમ એવો હતો કે ગુજરાતી ઈન્ડસ્ટ્રીએ મને હુંફ આપી છે ત્યારે લાગ્યું કે આપણી ઓડિયન્સ ખુબ આગળ વધી ગઈ છે. આપણે પણ ગુજરાતી ફિલ્મમાં જુદુ આપવાના વિચારથી ફિલ્મ ‘મારણ' બનાવી.
ગુજરાતી ફિલ્મો માત્ર હાસ્ય માટે, કે પારિવારિક હોય એવું જરૂરી નથી પણ સામાજીક હોય તે જરૂરી છે. લોકો ફિલ્મ જોયા પછી સમાજની ચિંતાની વાત કરે છે. તેના પરથી અમે ખરા ઉતર્યા છીએ તેવું લાગે છે.
અભિષેક જૈન કહે છે, મારણ ઘણી બધી વાસ્તવિકતા પર આધારીત છે. આપણી બહેનો-દિકરીઓ સાથે શું થાય છે. સમાજમાં તેના વિશે છે. બીજું સમાજમાં એવા પાસા પણ ફિલ્મમાં દેખાડયા છે. જ્યારે કોઈ દિકરી સાથે ઘટના ને તો સમાજ કઈ રીતે જુએ છે. મારણ આ સમાજની સત્ય ઘટનાઓ પર આધારીત છે.
અભિષેકભાઈ જૈનએ જણાવ્યું કે, વિઠ્ઠલ તીડી ફિલ્મનો બીજો ભાગ લખાણ થઈ ગયું છે. આગામી વર્ષે પ્રતિક ગાંધી સાથે શૂટિંગ કરીશું અને આગામી વર્ષના અંતમાં આવશે. બીજી એક ફિલ્મ ‘મંચ' સામાજીક વિષય સાથે આગામી ઓક્ટોબરમાં આવશે.
મારણ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનાર અભિનેતા યશ સોની એ જણાવ્યું હતું કે મારી પહેલી ફિલ્મથી લઈ અત્યાર સુધીની ફિલ્મમાં મારો એવો જ આશય હતો કે આગળની કરેલી ફિલ્મો કરતાં કંઈક જુદુ કરવું છે. મારી ઓડિયન્સ મને ફરી થિયેટરમાં જોવા આવે ત્યારે નવી દુનિયામાં લઈ જવા, નવા અનુભવ આપવા અને નવા પાત્ર સાથે નવા અનુભવ આપવા અને નવા પાત્ર સાથે ઓળખાણ કરાવવી એ સપનું મારણ ફિલ્મથી પૂર્ણ થયું. આ એક એવું કેરેક્ટર છે જે ગુજરાતી ભાષામાં આપણી ઓડિયન્સે હજુ સુધી નથી જોયું. આ પ્રકારની ફિલ્મનો ભાગ બનવું અને અભિષેકભાઈ સાથે કામ કરવું અલગ જ અનુભવ રહ્યો.
અભિનેતા યશ સોની કહે છે, મારણ ફિલ્મની વાત દર્શકોને ખેંચવા માટે ખુબ જ અગત્યની છે ફિલ્મની વાત એટલી બધી જરૂરી છે કે જે વાત ફિલ્મમાં થઈ રહી છે તે ક્યાંક ને ક્યાંક મહદ અંશે આપણા સમાજમાં પણ થઈ રહી છે. મારૂ પાત્ર ફિલ્મમાં રતનનું જે મારી મેન્ટાલીટી પુરતું સિમિત નથી રહ્યું. એ ક્યાંકને ક્યાંક દરેકમાં એ ઘટના આવી ગઈ છે તેને આ ફિલ્મ સદંતર રીતે વોશઆઉટ કરી દેશે. મારણ એક એવી ફિલ્મ છે જે ખુલ્લા આંખ-કાન સાથે થિયેટરમાં બેસશો તો તેની દુનિયામાં ખેંચી લેશે.
બેસ્ટ એકટ્રેસ ઓફ ધ ઇયર-ર૦૧૮ ઉપરાંત હિન્દી ધારાવાહિક પુષ્પા ઇમપોસીબલ દીપ્તી પટેલનું પાત્ર ભજવનાર અભિનેત્રી દીક્ષા જોશીએ આ મારણ ફિલ્મમાં લીડ રોલ કર્યો છે. તેઓ કહે છે, અભિષેક જૈન સાથે કામ કરવાનું મારું સપનું હતું અને મને જયારે મારણનું કેરેકટર મને ઓફર થયું કે જેમાં એક છોકરીને કદાચ સ્ટોક હોમ સીન્ડ્રોમ હોય અને પ્રેમમાં પડે તે ટોપીક મને ખૂબ રસપ્રદ લાગ્યો. અને જયારે આવા કેરેકટર આવે ત્યારે મને કરવામાં રસ પડે છે. દીક્ષા કહે છે મેં જેટલી પણ ફિલ્મો કરી છે તે દરેકમાં પ્રોસેસ અલગ રહી છે. જયારે પણ ગુજરાતમાં આવી ગુજરાતી ફિલ્મો કરું ત્યારે ખુબજ ખાસ અનુભવ થાય છે. દીક્ષા જોશી પોતાના મારણમાં ભજવેલા પાત્ર વિશે કહે છે કે એક એવી છોકરી જેને પરિસ્થિતિમાંથી નીકળવું છે પણ છતાંય નીકળવું નથી અને કયાંક આશા છે કે તે શક્ય નથી છતાં બનશે.
દીક્ષા જોશી કહે છે, ઘણા બધા સીન ખુબ મુશ્કેલ રહ્યા ફિલ્મમાં મારે ગુસ્સો કરવો હોય કે મારવું હોય તેવા સીન મને ખુબ અઘરા પડે છે. આ ફિલ્મમાં પણ એવા સીન છે, પણ એક્શનની મજા પડી છે.
લાલોઃ કૃષ્ણ સદા સહાયતેમાં કૃષ્ણનું પાત્ર ભજવનાર શ્રુહદ ગોસ્વામીએ જણાવ્યું કે, આ ફિલ્મ સમાજ માટે ખુબ જરૂરી છે સમાચારોમાં જોતા હોઈએ એવું પાત્ર ભજવવું અને એક એવી દુનિયા જે ક્યારેય નજીકથી જોઈ નથી એવા પાત્ર અને મારૂ કેરેક્ટર બાબુના જીવનમાં આગળ વધે ત્યારે શું થાય છે તે આ ફિલ્મમાં દર્શાવાયું છે. પુરૂષાોએ રડવાનું નહિં, સ્ટ્રોંગ બનાવે તેવી રીતે ઘડાય છે જ્યારે સ્ત્રીઓને પહેલા માં, બહેન પછી સ્ત્રી બનવાનું શિખવાડાય છે જે ખોટી વસ્તું છે આજ સમાજની વિડંબણા છે જેને કઈ રીતે સુધારવી તે ફિલ્મમાં પ્રશ્ન ઉભા કર્યા છે.
શ્રુહદ કહે છે, આ ફિલ્મ પહેલા વેબ સીરીઝનાં માધ્યમમાં આવવાની હતી જેને ચાર વર્ષ થયા હજુ પણ અમને એટલું જ યાદ છે.
અંતમાં અભિષેક જૈને ગુજરાતી પ્રજાનો આભાર વ્યક્ત કરતા મારણને વધાવવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.
ફિલ્મની વાર્તા બે મહિલાઓની આસપાસ ગૂંથાયેલી છે. એક એવી મહિલા જે માનવ તસ્કરીના ભયાનક જાળમાં ફસાઈ ચૂકી છે અને બીજી એવી જે આ જ દુષચક્રનો આગામી ભોગ બનવાની કગાર પર છે. બંનેના જીવન એક સમયે એકબીજા સાથે જોડાય છે અને ત્યાંથી શરૂ થાય છે અન્યાય સામેની તેમની લડત. આ લડત માત્ર બે વ્યક્તિઓની નથી. તે દરેક એવી ષીનું પ્રતિનિધિત્વ કરે છે જે સમાજમાં અસમાનતા, શોષણ અને અત્યાચાર સામે રોજ લડી રહી છે. ફિલ્મ આ સંઘર્ષને કોઈ ઉપદેશાત્મક ભાષામાં રજૂ કરતી નથી પરંતુ ભાવનાત્મક અને વાસ્તવિક ઘટનાઓ દ્વારા દર્શકોને અનુભૂતિ કરાવે છે. ફિલ્મમાં યશ સોની અને દીક્ષા જોશી મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. બંને કલાકારોએ પોતાના પાત્રોને ખૂબ જ સંવેદનશીલ રીતે જીવંત બનાવ્યા છે. દીક્ષા જોશીનું અભિનય ખાસ કરીને ભાવનાત્મક લ્લશ્યોમાં પ્રભાવશાળી બની રહે છે જ્યારે યશ સોની પોતાની અત્યાર સુધીની ઈમેજથી અલગ પ્રકારનું પાત્ર ભજવીને દર્શકોને આヘર્યચકિત કરે છે. ફિલ્મમાં લ્લશ્યોમાં વાસ્તવિકતા જાળવવામાં આવી છે જેના કારણે ફિલ્મ વધુ અસરકારક બને છે. અનેક લ્લશ્યો એવા છે જે ફિલ્મ પૂરી થયા પછી પણ લાંબા સમય સુધી મનમાં જીવંત રહે છે. ટેક્રિકલ લ્લષ્ટિએ પણ ફિલ્મ મજબૂત છે.
‘મારણ' એવી ફિલ્મ છે જે દર્શકોને માત્ર થિયેટરમાં બેસીને વાર્તા જોવાનો અનુભવ નથી આપતી, પરંતુ બહાર નીકળ્યા પછી પણ અનેક પ્રશ્નો સાથે જીવવા મજબૂર કરે છે.
ગુજરાતી સિનેમાના બદલાતા સ્વરૂપમાં આ ફિલ્મ એક મહત્વપૂર્ણ સીમાચિホ બની શકે છે. સામાજિક સંવેદના, મજબૂત કથાવસ્તુ અને અસરકારક રજૂઆતને કારણે ‘મારણ' વર્ષ ૨૦૨૬ની નોંધપાત્ર ગુજરાતી ફિલ્મોમાં સ્થાન મેળવવા લાયક કૃતિ છે.
‘મારણ' એવી ફિલ્મ નથી કે જે માત્ર એક વખત જોઈને ભૂલી જવાય. તે દર્શકોને વિચારવા, ચર્ચા કરવા અને સમાજમાં ચાલી રહેલી કેટલીક ગંભીર સમસ્યાઓ વિશે જાગૃત બનવા પ્રેરે છે. આ જ તેની સૌથી મોટી સફળતા છે. જો તમે હજુ સુધી આ ફિલ્મ નથી જોઇ તો ચોક્ક્સ નજીકના થિયેટરમાં પહોંચી જાવ અને આ મારણ ફિલ્મ અચૂક નિહાળો.
‘મારણ' ફિલ્મ બનાવવી એજ પડકારજનક રહીઃ અભિષેક જૈન
મારણ ફિલ્મ બનાવવાની પ્રોસેસ પડકાર જનક રહી છે અભિષેકભાઈ જૈન કહે છે, અકે ફિલ્મ બનાવવા લીમીટથી બહાર નીકળ્યા છીએ, કારણ કંઈક જો અલગ પીરસનું હશે તો આંતરરાષ્ટ્રીય કક્ષાની તૈયારી પણ રાખવી પડશે. જેથી લોકો ગૌરવ અનુભવે. ફિલ્મનું શૂટીંગ મે મહિનામાં ખુલ્લા મેદાનોમાં દહેગામ નજીક થયું છે. આ ફિલ્મ ચાર વર્ષ બની રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો
ગુજરાતી સિનેમાંમાં જેટલા પણ કલાકારો કે નિર્માતા છે તેમણે તેની ઓડિયન્સને સહેજ પણ ઓછી ન આંકવી જોઈએ કારપ ઓડિયન્સ ખુબ આગળ નીકળી ગઈ છે મારણ ફિલ્મને વિદેશોમાં પણ ખુબ સારો પ્રતિસાદ મળ્યો.
ફિલ્મોની પાયરસી સમાજનો કર્ક રોગ છેઃ અભિષેક જૈન
ગુજરાતી ભાષામાં આવા સામાજિક વિષયો પર ઓછી ફિલ્મો બનવા પાછળ અભિષેક જૈનએ જણાવ્યું કે, એક ફિલ્મ મેકર તરીકે અને નવું પીરસતા રહીએ અને ઓડિયન્સ પણ જે માંગે તેને મળતું રહે પણ આવા વિષયો ઓછા એટલા માટે છે કારણ ગણિત જયારે પહેલા આવી જાય ત્યારે સમાજને જે વાત કહેવા માંગો છો એ પાછળ રહી જાય છે.
પાયરસી વિષે તેમણે જણાવ્યું કે પાયરસી આ સમાજનો કર્ક રોગ છે. પાયરસી કરનારની ભૂલ છે જ સાથે પાયરસી જોનાર વ્યકિતની છે. આપણે પહેલા પૈસા આપ્યા વિના ભોગવવા ઇચ્છીએ છીએ. પાયરસીને કાઢવા સમાજે, સરકારે કંઇક પગલા લેવા જોઇએ. આ બ્લેકમની છે જેને રોકવું ખૂબ જરૂરી છે.
બે મહિલાઓ, એક જંગ
ફિલ્મની વાર્તા બે મહિલાઓની આસપાસ ગૂંથાયેલી છે. એક મહિલા માનવ તસ્કરીનો ભોગ બની ચૂકી છે, જ્યારે બીજી એવી જ ગેરકાયદે જાળમાં ફસાવાની કગાર પર છે. બંનેના જીવન એકબીજા સાથે જોડાય છે અને ત્યારબાદ શરૂ થાય છે અસ્તિત્વ, સ્વાભિમાન અને ન્યાય માટેની સંઘર્ષમય સફર. ફિલ્મ કોઈ ચમત્કારિક ઉકેલ રજૂ કરતી નથી. તેના બદલે તે દર્શકોને સમાજની કડવી વાસ્તવિકતા સામે ઊભા રાખે છે.
ફિલ્મમાં સામાજિક પ્રશ્નોનું અસરકારક ચિત્રણ કરાયું છે. ‘મારણ' માત્ર માનવ તસ્કરીની વાત કરતી ફિલ્મ નથી. તે મહિલા સુરક્ષા, લિગભેદ, આર્થિક શોષણ, પિતૃસત્તાક માનસિકતા અને સમાજની નિષ્ક્રિયતા જેવા અનેક મુદ્દાઓને સ્પર્શે છે. ફિલ્મનો સૌથી મોટો ગુણ એ છે કે તે ઉપદેશ આપતી નથી પરંતુ પરિસ્થિતિઓ દ્વારા દર્શકોને વિચારવા મજબૂર કરે છે.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
