<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

મહિલાને પોતાના શરીર અંગે નિર્ણય લેવાનો અધિકાર

હાઈકોર્ટે દુષ્‍કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી

પ્રયાગરાજ તા.૧: પ્રયાગરાજની એડિશનલ ડિસ્‍ટ્રિક્‍ટ એન્‍ડ સેશન્‍સ કોર્ટે એક અત્‍યંત સંવેદનશીલ મામલામાં ૧૬ વર્ષીય સગીર રેપ પીડિતાને ગર્ભપાત કરવાની મંજૂરી આપી દીધી છે. કેસની સુનાવણી કરી રહેલા મહિલા ન્‍યાયાધીશ અંજુ કનૌજિયાએ જણાવ્‍યું કે, કોઈપણ મહિલાને પોતાના શરીર અને પ્રજનન સાથે જોડાયેલા નિર્ણયો લેવાનો સંપૂર્ણ અધિકાર છે. અદાલતે સ્‍પષ્ટ કર્યું કે આ અધિકાર ભારતીય બંધારણના અનુચ્‍છેદ ૨૧ (Article 21) હેઠળ મળતા જીવન જીવવાના, વ્‍યક્‍તિગત સ્‍વતંત્રતા અને નિજતા (પ્રાઇવસી) ના અધિકારનો એક મહત્‍વપૂર્ણ હિસ્‍સો છે.

નજીકના સમયમાં કોઈ પગલાં ન લેવાયા : કોર્ટે નોંધ્‍યું કે પીડિતાના પરિવારે ૯ મેના રોજ જ તપાસ અધિકારીને ગર્ભાવસ્‍થા વિશે જાણ કરી દીધી હતી, તેમ છતાં સમયસર ગર્ભપાતની પ્રક્રિયા માટે કોઈ પગલાં લેવાયા નહોતા. પીડિતા આશરે સાત અઠવાડિયાની જોડિયા ગર્ભાવસ્‍થા ધરાવતી હતી, જેના બંને ભ્રૂણ જીવિત હતા. કોર્ટે ચુકાદામાં ઉમેર્યું કે સગીરાઓ અને અનિચ્‍છનીય ગર્ભાવસ્‍થાના કિસ્‍સામાં મહિલાઓના પ્રજનન અધિકારો પર બિનજરૂરી અવરોધો ન લાદી શકાય. અદાલતે સંબંધિત તબીબી અધિકારીઓને કાયદાકીય જોગવાઈઓ અનુસાર તાત્‍કાલિક જરૂરી કાર્યવાહી કરવા નિર્દેશ આપ્‍યો છે

 

 

(10:06 AM IST)