તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
દિયરના પ્રેમમાં પાગલ થયેલી પત્નીએ પતિને મારી ફંદા પર લટકાવી દીધો
પ્રોપર્ટી હડપવાની લાલચમાં સુમિતને રસ્તામાંથી હટાવવાનું કાવતરું રચ્યું હત્યા કરી તેને ફાંસીના ફંદા પર લટકાવી દીધો જેથી આત્મહત્યા લાગે

બુલંદશહર તા.ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં આવેલા ખેતલપુર ભસોલીમાં ૩૧ ઓગસ્ટના રોજ થયેલા સુમિતના મોતના કેસમાં પોલીસે સનસનીખેજ ખુલાસો કર્યો છે. આ આત્મહત્યા નથી, પણ હત્યા હતી, જેને તેની પત્ની કાજલ અને પોતાના દિયર ઉમેશે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપી પત્ની કાજલ અને દિયર ઉમેશની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક સુમિતની પત્ની કાજલને પોતાના દિયર ઉમેશ સાથે આડા સંબંધો હતા.
બંનેએ મળીને પ્રોપર્ટી હડપવાની લાલચમાં સુમિતને રસ્તામાંથી હટાવવાનું કાવતરું રચ્યું. કાવતરા અંતર્ગત બંનેએ સુમિતની હત્યા કરી તેને ફાંસીના ફંદા પર લટકાવી દીધો, જેથી તે આત્મહત્યા લાગે. આપને જણાવી દઈએ કે, કાજલના સુમિત સાથે ૩ વર્ષ અગાઉ લગ્ન થયા હતા અને તે બે વર્ષના બાળકની માતા પણ છે. આ ઘટના બાદ પોલીસને ગુમરાહ કરવા માટે કાજલ અને મૃતકના ભાઈ ઉમેશે પોલીસને સુમિતે સુસાઈડ કરી હોવાની સૂચના આપી હતી.
પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાની પુષ્ટિ થવા પર પોલીસને શંકા ગઈ. કડકાઈથી પૂછપરછ કરતા કાજલ અને ઉમેશ ભાંગી પડ્યા અને તેમણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો. વળી આ સમગ્ર મામલામાં જાણકારી આપતા બુલંદશહરના એસપી સિટી અભિષેક પ્રતાપ અજેયે કહ્યું કે, કોતવાલી દેહાતના ખેતલપુર ભસોલીમાં ૩૧ ઓગસ્ટના રોજ સુમિત નામના યુવકના મોતને સુસાઈડ ગણાવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મામલો શંકાસ્પદ લાગતા તપાસ કરી.
તપાસમાં જાણવા મળ્યું કે, મૃતકની પત્ની કાજલને દિયર ઉમેશ સાથે આડા સંબંધો હતા અને પ્રોપર્ટીની લાલચમાં બંનેએ મળીને સુમિતની હત્યા કરી લાશને ફંદા પર લટકાવી દીધી હતી. બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
