<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

વાઈરલ ટ્રેન્‍ડસ દ્વારા કરોડો યૂઝર્સનો ફેસડેટા એકત્રિત કરવાનો કારસો

સોશિયલ મીડિયા પર વાઈરલ ૧૯૮૦ s AI ફોટો ટ્રેન્‍ડ પાછળ છુપાયેલું છે ગંભીર સાયબર જોખમ : કોઈપણ AI મોડેલને તાલીમ આપવા માટે કરોડો વાસ્‍તવિક ઈમેજિસની જરૂર પડે છેઃ નવો ટ્રેન્‍ડ ફોલો કરવાની ઘેલછામાં યૂઝર્સે ડિજિટલ સિક્‍યોરિટી અને પ્રાઇવસી દાવ પર ન લગાવવી જોઈએ

મુંબઇ તા.૧૨: ઇન્‍સ્‍ટાગ્રામ, ફેસબુક અને વોટ્‍સએપ જેવા લોકપ્રિય સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ્‍સ પર આજકાલ ૧૯૮૦ના દશકના રેટ્રો લૂક વિન્‍ટેજ ફોટાઓનો એક નવો ટ્રેન્‍ડ ભારે વાયરલ થઈ રહ્યો છે. સામાન્‍ય યુઝર્સથી લઈને અનેક જાણીતી હસ્‍તીઓ પોતાના સ્‍માર્ટફોનથી પાડેલા હાઈ-રિઝોલ્‍યુશન ફોટા ચેટજીપીટી કે અન્‍ય થર્ડ-પાર્ટી AI ટૂલ્‍સમાં અપલોડ કરીને ૮૦ના દશકની બોલિવૂડ સ્‍ટાઈલ, વિન્‍ટેજ હેરસ્‍ટાઇલ અને એનાલોગ ફિલ્‍ટર્સવાળા ફોટા બનાવી રહ્યાં છે.

પરંતુ, આ ટ્રેન્‍ડ માત્ર નિર્દોષ મનોરંજન નથી, પરંતુ ડિજિટલ સુરક્ષા અને પ્રાઇવસી માટે એક મોટો અદ્રશ્‍યખતરો સાબિત થઈ શકે છે, તેવું સાઈબર નિષ્‍ણાંત મયુર ભૂસાવળકરે જણાવ્‍યું હતું. આ બદલાતા ટ્રેન્‍ડ્‍સ પાછળ એક જ સમાન પેટર્ન કામ કરે છે. યુઝર્સ પાસેથી મોટા પાયે વિઝ્‍યુઅલ અને ફેસ ડેટા એકત્રિત કરવો. કોઈ પણ AI મોડેલને તાલીમ આપવા માટે કરોડો વાસ્‍તવિક ઈમેજીસની જરૂર પડે છે.(૩૮.૧૨)

AI વાઈરલ ટ્રેન્‍ડ્‍સ પાછળના ૪ મુખ્‍ય સાયબર ખતરા

જ્‍યારે HD ફોટો AI સર્વર પર અપલોડ કરાય, ત્‍યારે AI આંખો અને નાકની બનાવટ જેવા અત્‍યંત સંવેદનશીલ બાયોમેટ્રિક ડેટા કાયમી ધોરણે સ્‍ટોર કરી લે છે.

સાઈબર ક્રિમિનલ્‍સ આ ચોક્કસ ડેટાનો ઉપયોગ કરીને નકલી વીડિયો કે વાંધાજનક સામગ્રી બનાવી શકે છે, જેનો ઉપયોગ ભવિષ્‍યમાં બ્‍લેકમેલિગ માટે થઈ શકે છે.

હાલમાં ઘણી બેંકિગ અને ડિજિટલ વોલેટ એપ્‍લિકેશન્‍સ ફેસ રેકગ્નિશન દ્વારા લોગિન કરવાની સુવિધા આપે છે. ચહેરાના બાયોમેટ્રિક્‍સ લીક થવાથી સાઈબર ક્રિમિનલ્‍સ ખાતા સુધી અનધિકૃત પહોંચ મેળવી શકે છે.

ફોટોગ્રાફસ સાથે ફોનનું મોડેલ, ચોક્કસ લોકેશન અને તારીખ વણાયેલી હોય છે, જે સ્‍કેમર્સને તમારી દિનચર્યા જાણવામાં મદદ કરે છે.

અગાઉ વાઈરલ થયેલા AI ટ્રેન્‍ડ્‍સ અને ડેટા એકત્ર કરવાની પેટર્ન

રેટ્રો ટ્રેન્‍ડ પહેલાં પણ ગિબલી આર્ટ, સાડી અને વિન્‍ટેજ લુક ટ્રેન્‍ડ, બેબી ફિલ્‍ટર અને એજિગ ટ્રેન્‍ડમાં ભવિષ્‍યની વૃદ્ધાવસ્‍થા કે બાળપણનો ચહેરો કેવો દેખાશે તે જોવા માટે એપ્‍સનો ઉપયોગ થતો હતો. આ બદલાતા ટ્રેન્‍ડ્‍સ પાછળ એક જ સમાન પેટર્ન કામ કરે છે. યુઝર્સ પાસેથી મોટા પાયે વિઝયુઅલ અને ફેસ ડેટા એકત્રિત કરવો. કારણ કે, કોઈ પણ AI મોડેલને તાલીમ આપવા માટે કરોડો વાસ્‍તવિક ઈમેજીસની જરૂર પડે છે.

ડિજિટલ આઇડેન્‍ટિટી અને પ્રાઇવસી સુરક્ષિત રાખવાના ઉપાયો

ઞ્જ ટૂલના સેટિગ્‍સનું ડેટા શેરિંગ ઓપ્‍શન બંધ કરો. વાઈરલ લિક્‍સ કે અજાણી થર્ડ-પાર્ટી એપ્‍લિકેશન્‍સમાં અંગત ફોટા અપલોડ કરવાનું ટાળો.

ઞ્જ માત્ર એપ અનઇન્‍સ્‍ટોલ કરવાને બદલે એકાઉન્‍ટ સેટિગ્‍સમાંથી ડિલેટ એકાઉન્‍ટ કરી તમામ ચેટ અને ફોટો હિસ્‍ટ્રી સાફ કરો.

ઞ્જ ફોટોગ્રાફી કરતી વખતે કે સોશિયલ મીડિયા પર અપલોડ કરતી વખતે કેમેરાના લોકેશન કે એફિ ડેટા ઓપ્‍શનને બંધ રાખો.

ઞ્જ ગૂગલ સિક્‍યોરિટી સેટિંગ્‍સમાંથી અજાણી એપ્‍સનો એકાઉન્‍ટ એક્‍સેસ રદ કરો.

(10:12 AM IST)