<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

એન્‍ટાર્કટિકાના ગ્‍લેશિયરમાં વહે છે લાલચટક લોહીનો ધોધ

હિંસા નથી સંકળાયેલી, પરંતુ એ કુદરતનો કરિશ્‍મા છે

એન્‍ટાર્કટિકામાં જ્‍યાં ચોમેર હિમશિલાઓ જ છે ત્‍યાં ટેલર ગ્‍લેશિયર પાસેથી નીકળતો ધોધ લાલચટક રંગના પાણીનો છે. આ ઘટના અનેક વર્ષો સુધી વૈજ્ઞાનિકો માટે પણ રહસ્‍યમય હતી કેમ કે સફેદ રૂની પૂણી જેવા ગ્‍લેશિયરની વચ્‍ચે નીકળતો પાણીનો ધોધ કઈ રીતે લોહી જેવા ઘેરા લાલ રંગનો હોઈ શકે?  આમાં કોઈ હિસા નથી સંકળાયેલી, પરંતુ એ કુદરતનો કરિશ્‍મા છે.

એન્‍ટાર્કટિકામાં વહેતી લોહીની નદી સૌથી પહેલાં ૧૯૧૧માં જોવા મળી હતી. એ વખતે એવું મનાતું હતું કે આ ધોધનો રંગ કોઈ ખાસ પ્રકારની લાલ રંગની શેવાળને કારણે હશે. જોકે હકીકત કંઈક જુદી છે. આ ગ્‍લેશિયર પાસે ૪૦૦ મીટર નીચે એક પ્રાચીન ઝરણું વહી રહ્યું છે.

હજારો વર્ષોથી અહીં પાણી સંઘરાયેલું છે. એમાં નમકની માત્રા એટલી વધુ છે કે ખૂબ નીચા તાપમાને પણ એ પાણી જામતું નથી. એને કારણે આ ઝરણામાંથી વહેતું પાણી અને ગ્‍લેશિયરનું આયર્નયુક્‍ત પાણી સાથે વહે છે. ગ્‍લેશિયરમાં પડેલી તિરાડોને કારણે એમાં હવા ભરાઈ જાય છે. હવામાંનો ઓક્‍સિજન, આયર્ન અને સોલ્‍ટ સાથે મળીને કમાલની કેમિસ્‍ટ્રી રચે છે અને પાણીનો રંગ લોહી જેવો લાલ દેખાય છે.(

(3:48 PM IST)