તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં ભાજપ પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે અત્યંત મહત્વપૂર્ણ અને ઉચ્ચસ્તરીય બેઠક
બેઠકમાં નવી મતદાર યાદી જાહેર થયા બાદની આગામી વ્યૂહરચના પર ગહન મંથન: બૂથ અને પેજ પ્રમુખોને વધુ સક્રિય કરવાની યોજના ઘડવાની સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રદર્શનની પણ સમીક્ષા

ગાંધીનગર :કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં ભાજપ પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઉચ્ચસ્તરીય બેઠક શરૂ થઈ છે. વર્ષ 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને આયોજિત આ બેઠકમાં નવી મતદાર યાદી જાહેર થયા બાદની આગામી વ્યૂહરચના પર ગહન મંથન કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી જીતવા માટે બૂથ અને પેજ પ્રમુખોને વધુ સક્રિય કરવાની યોજના ઘડવાની સાથે, તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રદર્શનની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. સંગઠન અને શિસ્તના મુદ્દાઓની સાથે-સાથે આ બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ના કાયદાકીય અમલીકરણ અંગે પણ સંભવિત ચર્ચા થવાની શક્યતા સેવાઈ રહી છે.
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
