તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
શ્રીલંકાના જંગલોમાં આજે પણ જોવા મળે છે રામાયણ કાળનો અનોખો છોડ
તડકો પડતા સોનાની જેમ ચમકે છે પાન : આજે પણ શ્રીલંકામાં એવી કેટલીય જગ્યા અને નિશાનીઓ છે, જેને રામાયણ કાળ સાથે જોડીને જોવામાં આવે છે. શોધકર્તાઓ અને વૈજ્ઞાનિકો માટે આ જગ્યા હંમેશાથી કૌતૂહલનું કેન્દ્ર રહી છે

નવી દિલ્હી તા.૨૨: રામાયણની કથાઓ અને તેની સાથે જોડાયેલા રહસ્યો હંમેશા લોકોને ચોંકાવે છે. જ્યારે પણ શ્રીલંકાનો ઉલ્લેખ આવે છે તો લંકાપતિ રાવણ, માતા સીતા અને અશોક વાટિકાની યાદો તાજી થઈ જાય છે.
આજે પણ શ્રીલંકામાં એવી કેટલીય જગ્યા અને નિશાનીઓ છે, જેને રામાયણ કાળ સાથે જોડીને જોવામાં આવે છે. શોધકર્તાઓ અને વૈજ્ઞાનિકો માટે આ જગ્યા હંમેશાથી કૌતૂહલનું કેન્દ્ર રહી છે.
તેમાંથી એક ખૂબ જ અનોખો અને દુર્લભ છોડ પણ છે, જે રામાયણ કાળના ઐતિહાસિક પુરાવા તરીકે જોવામાં આવે છે.
આ અદભૂત છોડ શ્રીલંકાના એ વિસ્તારમાં જોવા મળે છે, જે પૌરાણિક કાળમાં અશોક વાટિકા કહેવાતું હતું. આ એ જ પાવન સ્થળ છે, જ્યાં રાવણે માતા સીતાને બંદી બનાવી રાખ્યા હતા.
આજે આ વિસ્તાર શ્રીલંકાના મધ્ય પર્વતીય ક્ષેત્ર નુઆરા એલિયા નજીક આવેલો છે. ગાઢ જંગલ અને પહાડોથી ઘેરાયેલા આ વિસ્તારમાં આજે પ્રકૃતિના એવા કેટલાય ચમત્કાર જોવા મળે છે, જે વૈજ્ઞાનિકોને પણ વિચારવા મજબૂર કરી દે છે.
આ છોડની સૌથી મોટી ખાસિયત તેના અદભૂત પાન છે. જોવામાં તે ખૂબ જ એકદમ સામાન્ય દેખાય છે, પણ જેવું તેના પર સૂરજના કિરણો અથવા કોઈ તેજ રોશની પડે છે તો તેના પત્તા સોનાની માફક જગમગવા લાગે છે.
અંધારા અને ગાઢ છાંયડામાં આ ચમક વધારે સ્પષ્ટ દેખાઈ છે. પહેલી નજરમાં દેખાતા એવું લાગે છે કે જાણે પત્તા પર સોનાની પરત ચઢાવવામાં આવી હોય અથવા તો તેમાંથી કોઈ અલૌકિક દિવ્ય પ્રકાશ નીકળી રહ્યો હોય.
આ દુર્લભ છોડને જોવા માટે દુનિયાભરમાંથી લોકો અને વનસ્પતિ વૈજ્ઞાનિક શ્રીલંકા આવે છે. શોધકર્તાઓએ જ્યારે આ છોડ પર અધ્યયન કર્યું તો જાણવા મળ્યું કે તેના પત્તાની બનાવટમાં અમુક એવા ખાસ પ્રાકૃતિક તત્વો હોય છે. જ્યારે પ્રકાશ આ પત્તા સાથે ટકરાય છે, તો રિફલેક્શનના કારણે તે સોના જેવી ચમક પેદા કરે છે. જો કે, શ્રદ્ધાળુ અને સ્થાનિક લોકો તેને રામાયણ કાલ સાથે જોડાયેલ એક દિવ્ય અને ચમત્કારિક છોડ જ માને છે.
શ્રીલંકામાં ખાલી આ છોડ જ નહીં પણ કેટલાય એવા ઝાડ છે અને જડીબુટ્ટી પણ આવેલી છે, જે ભારતમાં આસાનીથી નથી મળતી. માનવામાં આવે છે કે, રામાયણ કાળની કેટલીય ઔષધિઓ અને દિવ્ય વનસ્પતિઓ આ દ્વીપ પર આજે પણ સુરક્ષિત છે.
અશોક વાટિકાનું આ ચમકદાર છોડ પૌરાણિક ઇતિહાસ અને વિજ્ઞાનનું એક અનોખું સંગમ રજૂ કરે છે. આ એ વાતનો મોટો પુરાવો માનવામાં આવે છે કે રામાયણના ગ્રંથ ખાલી કહાનીઓ નથી, પણ આપણા ઇતિહાસનો એક અમૂલ્ય ભાગ છે
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
