તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Monday, 7th September 2026
અંતરિક્ષમાં અનોખી સવાર: ભારતીય મૂળના એસ્ટ્રોનોટ અનિલ મેનને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી શેર કર્યો ધ્યાનમાં લીન થવાનો અદ્ભુત વિડીયો!
આઈએસએસ ના 'કપોલા' માંથી પૃથ્વીનો વિહંગમ નજારો જોઈને અનિલ મેનન મેળવે છે માનસિક શાંતિ; સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં લોકો મંત્રમુગ્ધ

વોશિંગ્ટન : અંતરિક્ષ સ્ટેશન (ISS) પરથી સામે આવતા અદ્ભુત નજારાઓ હંમેશાં લોકોને આશ્ચર્યચકિત કરે છે, પરંતુ ભારતીય મૂળના અમેરિકન એસ્ટ્રોનોટ અનિલ મેનને હાલમાં એક એવો વિડીયો શેર કર્યો છે જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. તેમણે અંતરિક્ષ સ્ટેશન પર પોતાની શાંતિપૂર્ણ સવારની દિનચર્યાની એક ઝલક દર્શાવી છે, જેમાં તેઓ સ્પેસ સ્ટેશનના ખાસ ઓબ્ઝર્વેશન ડેક 'કુપોલા' (Cupola) ની બારીઓ ખોલીને ધ્યાન (Meditation) કરતા જોવા મળે છે.
X (ટ્વિટર) પર આ ભાવુક અને આકર્ષક વિડીયો પોસ્ટ કરતા અનિલ મેનને લખ્યું હતું કે, "જોકે માનવીની સૌથી મોટી મુસાફરી તો અંદરની (આંતરિક) હોય છે, પરંતુ સ્પેસ સ્ટેશન પર વહેલી સવારે ધ્યાન અને ચિંતન કરવા માટે કુપોલા મારી સૌથી મનપસંદ જગ્યા છે." કુપોલાની વિશાળ બારીઓમાંથી અનંત અંતરિક્ષ અને પૃથ્વીનો જે મનોરમ નજારો દેખાય છે, તે તેમને સમય અને અવકાશના વિશાળ પરિપ્રેક્ષ્યમાં પોતાને સમજવામાં અને માનસિક શાંતિ મેળવવામાં મદદ કરે છે.
અનિલ મેનન દ્વારા શેર કરવામાં આવેલો આ વિડીયો સોશિયલ મીડિયા પર અત્યંત લોકપ્રિય બન્યો છે અને વિશ્વભરના નેટિઝન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે. લોકો તેમની આ અનોખી સવાર અને અંતરિક્ષમાંથી મળતા આ અદ્ભુત દ્રશ્યો માટે તેમનો આભાર માની રહ્યા છે અને આવા વધુ અનુભવો શેર કરવા વિનંતી કરી રહ્યા છે.
અંતરિક્ષ જેવા અત્યંત મુશ્કેલ અને પડકારજનક વાતાવરણમાં કામ કરતા એસ્ટ્રોનોટ્સ માટે માનસિક શાંતિ અને ધ્યાન (Meditation) તેટલું જ મહત્વપૂર્ણ છે.
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
