તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th June 2026
જીવના જોખમે ગાયમાતાની રક્ષા માટે યુદ્ધે ચડેલા સેવકોનું થયું અનોખું સન્માન
કાંદિવલીમાં યોજાયેલા ખાસ સમારંભમાં ગૌરક્ષા માટે લોકહૃદયમાં રહેલી જ્વલંત જ્યોતનો અનોખો પરચો જોવા મળ્યો

કાંદિવલી,તા.૮: ડોંગરે મહારાજ કહેતા કે ગાયોની સેવા ક્યારેય અબાધ જતી નથી. આજે શહેરી જીવનની વ્યસ્તતા વચ્ચે પણ લોકો ગાયની ચિતા કરે છે અને ગાય માટે તન-મન-ધન આપવા તૈયાર છે એ વાતનો આનંદ છે. તમે તમારા ઘરે રહીને પણ ગૌમાતાની સેવા કરી શકો છો. ગાય માતાનાં છાણ-મૂત્ર વગેરેના ઉપયોગથી બનતી વસ્તુઓનો ઉપયોગ કરો, તમારી આસપાસ રહેલા લોકોને ગૌમાતાના મહત્ત્વથી માહિતગાર કરો, તમારાં સંતાનોને ગૌશાળામાં ફેરવીને એમની સ્થિતિથી પરિચિત કરાવો એ બધું જ ગૌમાતાની સેવા છે.'
વર્ષો સુધી પૂજ્ય શ્રી ડોંગરે મહારાજ સાથે રહેલા લોહાણા સમાજના અગ્રણી સંત પૂજ્ય નારાયણ ભગતના આ શબ્દો છે. કાંદિવલીના શ્રી હાલાઈ લોહાણા બાળાશ્રમના બેન્ક્વેટ હોલમાં શ્રી હાલાઈ લોહાણા મહાજન અને શ્રી ગોસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહારાષ્ટ્રના ગૌસેવકોનું અનોખું મિલન ગઈ કાલે યોજાયું અને વાતાવરણમાં ગાયમાતા પ્રત્યેની સંવેદનાઓનો અનોખો ચમકાર દેખાઈ રહ્યો. આ વિશેષ સંમેલનમાં ધ્યાન ફાઉન્ડેશન, વર્ધમાન સંસ્કારધામ, મહેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ, મર્સી ફાઉન્ડેશન જેવી અગ્રણી જીવદયા સંસ્થાઓ ઉપરાંત મહારાષ્ટ્રની ગૌશાળાઓના અગ્રણીઓ અને લાતુર, સોલાપુર, યવતમાળ, નાંદેડ આ ચાર ડિસ્ટ્રિક્ટના જુદા-જુદા ઠેકાણે રહેતા ગૌરક્ષકો હાજર રહ્યા હતા. ૨૩ ગૌરક્ષકો અને પાંચ વકીલોનું આ કાર્યક્રમમાં વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું જેમણે ગાયની સેવામાં પોતાના જીવની પરવા નથી કરી. વકીલોની ટીમ જેઓ કાયદાકીય લ્લષ્ટિએ કતલખાને જતી ગાયોની રક્ષા કરવા માટે ખડેપગે કામ કરે છે એમાંથી અગ્રણી એવા રાજુ ગુપ્તાએ ‘મિડ-ડે'ને કહ્યું હતું કે ‘કાયદામાં આપણે ત્યાં હજી પણ ગાયમાતાની રક્ષા માટેના નિયમો એટલા સ્ટ્રોન્ગ નથી. બીજી બાજુ સરકારનું વલણ પણ થોડુંક નરમ છે. જોકે તમને કહીશ કે જેનો ડેટા અત્યારે અમારી પાસે છે એવા છેલ્લાં ૩ વર્ષમાં ૩૫૦૦ કેસ અમે લડ્યા છીએ જેમાં દરેક કેસમાં આપણો વિજય થયો છે અને ગાયમાતાને આપણે કસાઈ પાસેથી બચાવી શક્યા છીએ.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
