તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
નાટોના નેતાઓને અનોખી ગિફટઃ તુર્કીના રાષ્ટ્રપતિએ રિવોલ્વર આપી

વિશ્વના નેતાઓ એકબીજાને મળે ત્યારે અનોખી ગિફટ આપતા હોય છે. પરંતુ, આ વખતે નાટો સમિટ કે જે તુર્કીમાં યોજાઈ હતી ત્યાં આપવામાં આવેલી ગિફટ વિશ્વભરમાં ચર્ચાઈ રહી છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયિપ એદોંગને નાર્ટીના નેતાઓને તેમના નામ કોતરેલી વિન્ટેજ .૩૫૭ મેગ્નમ રિવોલ્વર અને તેની સાથે જીવતા કારતૂસ ગિફટમાં આપ્યા. આ ગિફટ ઘણા નેતાઓ માટે મૂંઝવણનું કારણ બની. બેલ્જિયમના પીએમ બ્રસેલ્સ એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમને સમજાયું કે, તેઓ જીવતા કારતૂસ સાથેની રિવોલ્વર લઈને આવી ગયા છે. ત્યારબાદ, તેમણે તરત જ રિવોલ્વર એરપોર્ટ પોલીસને સોંપી દીધી હતી. બ્રિટનના પીએમ કિર સ્ટાર્મરે પોતાની રિવોલ્વર તુર્કીમાં જ અધિકારીઓને આપી દીધી હતી. બ્રિટનમાં લઈ જવા માટે તેનું ડિકમિશન જરૂરી હોય છે.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
