<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

દિલ્હીમાં આવતીકાલે બુધવારે તા. ૨૩ અને ૨૪ સપ્ટેમ્બરે કેન્દ્રીય મંત્રીમંડળની બે દિવસીય ચિંતન શિબિર

- બેઠકમાં વિવિધ મંત્રાલયોની કામગીરી, ચાલુ યોજનાઓની પ્રગતિ, વહીવટી પડકારો અને આગામી સમયની પ્રાથમિકતાઓ અંગે વિચારવિમર્શ થશે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીની અધ્યક્ષતામાં ૨૩ અને ૨૪ સપ્ટેમ્બરે દિલ્હીના સેવા તીર્થ ખાતે કેન્દ્રીય મંત્રીમંડળનું બે દિવસીય ચિંતન શિબિર યોજાશે. તેમાં તમામ કેબિનેટ મંત્રીઓ ભાગ લે તેવી શક્યતા છે. બેઠકમાં વિવિધ મંત્રાલયોની કામગીરી, ચાલુ યોજનાઓની પ્રગતિ, વહીવટી પડકારો અને આગામી સમયની પ્રાથમિકતાઓ અંગે વિચારવિમર્શ થશે. આંતરમંત્રાલય સંકલન સુધારવા ઉપરાંત જનસંપર્ક, સુશાસન અને મંત્રીઓની કાર્યક્ષમતાના મુદ્દાઓ પણ ચર્ચાશે. શિબિર પહેલાં આઠ-આઠ મંત્રીઓનાં છથી વધુ જૂથો રચીને તેમને અલગ વિષયો ઉપર ચર્ચા કરવાની જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તાજેતરમાં વડાપ્રધાને રાજ્યકક્ષાના મંત્રીઓ પાસેથી પણ કામગીરી અંગે પ્રતિસાદ મેળવ્યો હતો.

(12:16 AM IST)