News of Wednesday, 27th May 2026
છઠ્ઠી વાર પ્રેગ્નન્ટ થયેલી બાવીસ વર્ષની યુવતી ડોક્ટરને કહે છે, એક ઔર બેટા ચાહિએ
લગ્ન થયાં ત્યારે તે જસ્ટ ૧૫ વર્ષની હતીઃ અત્યાર સુધીમાં તેને ઓલરેડી પાંચ સંતાનો છે. એક દીકરો અને ચાર દીકરીઓ

જયપુર તા.૨૭: ઉત્તર પ્રદેશમાં એકસ્ત્રી-નિષ્ણાત ડોક્ટરે શેર કરેલા વિડિયોમાં આજે પણ ભારતમાં છોકરા-છોકરીના જન્મ માટે કેવો માહોલ છે એ સ્પષ્ટ થાય છે. બાવીસ વર્ષની યુવતી આ ડોક્ટર પાસે આવી છે. તે પ્રેગ્નન્ટ છે. નવાઈ એ નથી કે તે પ્રેગ્નન્ટ છે, પણ છઠ્ઠી વાર પ્રેગ્નન્ટ થઈ છે. તેનાં લગ્ન થયાં ત્યારે તે જસ્ટ ૧૫ વર્ષની હતી. અત્યાર સુધીમાં તેને ઓલરેડી પાંચ સંતાનો છે. એક દીકરો અને ચાર દીકરીઓ. આ યુવતી છઠ્ઠી વાર પ્રેગ્નન્ટ થઈ છે અને આ બાળકને પણ તે જન્મ આપવા માગે છે. ડોક્ટરે આ યુવતી સાથેની વાતચીતનો વિડિયો લઈ શકાય કે કેમ એ પૂછ્યું તો તેને એમાં કોઈ વાંધો નહોતો. આ વિડિયોમાં યુવતી કહે છે, ‘મને છોકરીઓ બહુ થઈ છે, પણ અમારી પાસે દીકરો એક જ છે. અમને હજી એક દીકરો જોઈએ છે.'
આ રાજસ્થાની યુગલની માનસિકતા એ જ જૂનીપુરાણી છે જેમાં એક છોકરો વંશ અને ખાનદાનને આગળ વધારવા માટે પૂરતો નથી. ડોક્ટરે છેલ્લે કહ્યું હતું કે બાવીસ વર્ષની ઉંમરે છઠ્ઠી વાર બાળકને જન્મ આપવો એ મહિલાના સ્વાસ્થ્ય માટે ઠીક નથી. મહિલા ખૂબ નબળી પડી ગઈ છે અને પોષક તત્ત્વોની કમીને કારણે તેના અને બાળકના સ્વાસ્થ્ય પર માઠી અસર થઈ શકે છે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
