<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

મેક્‍સિકોમાં આવ્‍યો ૭.૪ની તીવ્રતાનો ભયાનક ભૂકંપઃ ઘરમાંથી ભાગવા લાગ્‍યા લોકો

સુનામીની ચેતવણી જાહેરઃ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં ઈમારતો જોર જોરથી હલતી દેખાઈ રહી છે

મેક્‍સિકો,તા.૧૮: મેક્‍સિકોના દક્ષિણી રાજ્‍ય ચિયાપાસના તટ પર શુક્રવારે ૭.૪ તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્‍યો છે, જેનાથી સુનામીની ચેતવણી જાહેર કરી છે અને મધ્‍ય અમેરિકાના અમુક ભાગમાં ઝટકા અનુભવાયા છે. આ જબરદસ્‍ત ભૂકંપીય ગતિવિધિથી અલ સાલ્‍વાડોર અને ગ્‍વાટેમાલા જેવા પાડોશી દેશ પણ હચમચી ગયા છે. યૂએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, આ ભૂકંપ મેક્‍સિકોના શહેર પ્‍યૂર્ટો માડેરો નજીક જમીનમાં ખાલી ૧૦ કિમી નીચે જોવા મળ્‍યું, જેનાથી આજુબાજુના વિસ્‍તારમાં જમીન ધ્રુજવાની સંભાવના વધી ગઈ છે.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં ઈમારતો જોર જોરથી હલતી દેખાઈ રહી છે અને તિજોરી તથા દીવાલો પરથી સામાન પડતો દેખાય છે, જ્‍યારે વિસ્‍તારના લોકો ઈમારતમાંથી નીકળતા દેખાઈ રહ્યા છે.

આ અગાઉ ગુરુવારે ન્‍યૂઝીલેન્‍ડના સાઉથ આઈલેન્‍ડમાં ભૂકંપના આકરા ઝટકા અનુભવાયા હતા. રિક્‍ટર સ્‍કેલ પર તેની તીવ્રતા ૬.૩ આંકવામાં આવી હતી. અધિકારીઓએ સુનામીની ચેતવણી જાહેર કરી હતી. જાણકારી અનુસાર ભૂકંપનું કેન્‍દ્ર અનાઉ શહેરથી લગભગ ૪૦ કિમી ઉત્તરમાં હતું. આ વિસ્‍તાર ફિયોર્ડલેન્‍ડ જેવા પ્રસિદ્ધ પર્યટન સ્‍થળનું પ્રવેશ દ્વારા માનવામાં આવે છે.

ભૂકંપ બાદ, યૂએસ સુનામી વોર્નિગ સિસ્‍ટમે આ વિસ્‍તાર માટે સુનામીનું એલર્ટ જાહેર કર્યું છે અને પ્રભાવિત તટ પર સમુદ્રના જળસ્‍તરમાં ખતરનાક બદલાવની ચેતવણી આપી છે.

મેક્‍સિકો ભારતથી લગભગ ૧૪૬૦૦ કિમી દૂર છે. આ જ કારણથી ભારતમાં આ ભૂકંપ અથવા સુનામીની કોઈ અસર થશે નહીં. સમુદ્રમાં ઉઠતી લહેરો અમેરિકી મહાદ્વીપના તટ સુધી મર્યાદિત રહેશે. ભારત એકદમ સુરક્ષિત છે. પ્રશાસન સ્‍થિતિ પર નજર રાખી રહ્યું છે.

(10:30 AM IST)