તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
અમેરિકાના ઓહિયો રાજ્યના એક્રોન શહેરમાં નાનું વિમાન રહેણાંક મકાન સાથે અથડાતા અકસ્માત:બે લોકોના મોત
વિમાન અથડાતા જ રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગી:મકાનમાં રહેલા પરિવાર,એક દંપતી અને તેમના બાળકો સમયસર બહાર નીકળી જતા સુરક્ષિત રહ્યા

અમેરિકાના ઉત્તરપૂર્વ ઓહિયો રાજ્યના એક્રોન શહેરમાં એક નાનો વિમાન રહેણાંક મકાન સાથે અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે લોકોના મોત નિપજ્યા છે. આ ઘટના ગુરુવાર બપોરે (14 મે 2026) સ્થાનિક સમય મુજબ અંદાજે 3:45 વાગ્યે કેન્ટરબરી સર્કલ વિસ્તારમાં બની હતી. વિમાનમાં સવાર બંને વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
વિમાન અથડાતા જ રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગી હતી. જોકે રાહતની વાત એ રહી કે મકાનમાં રહેલા પરિવાર—એક દંપતી અને તેમના બાળકો—સમયસર બહાર નીકળી જતા સુરક્ષિત રહ્યા હતા.
આ ઘટનાની તપાસ અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) દ્વારા શરૂ કરવામાં આવી છે.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
