તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
ધર્મ બદલનાર વ્યક્તિને શીડયુલ કાસ્ટના લાભ મળી શકે નહીં
સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે થયેલી રીવિઝન અરજી ફગાવી દેવાઈ

નવી દિલ્હી તા.૨૯: શીડ્યુલ કાસ્ટની વ્યક્તિએ ધર્મ બદલ્યા પછી શીડ્યુલ કાસ્ટનો દરજ્જો યથાવત રહી શકે નહીં, તેવો ચુકાદો અગાઉ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. ૨૪ માર્ચે સુપ્રીમ કોર્ટે આપેલા આ ચુકાદા સામે રીવ્યૂ પીટિશન થઈ હતી. સુપ્રીમ કોર્ટે આ પીટિશનને ફગાવી દેતાં ઠરાવ્યું હતું કે, અગાઉના ચુકાદામાં ક્યાંય ચૂક રહી નથી. ધર્મ બદલનાર વ્યક્તિને શીડ્યુલ કાસ્ટના લાભ મળી શકે નહીં, તે બાબતે સમીક્ષાની જરૂર નથી.
અગાઉ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા સામે રીવ્યૂ પીટિશન થઈ હતી, જેમાં મૌકિક સુનાવણી હાથ ધરવા માટે રજૂઆત કરાઈ હતી. આ પીટિશન પર ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, અગાઉના ચુકાદામાં ક્યાંય ક્ષતિ રહી નથી અને તેથી રીવ્યૂ પીટિશનને ડિસમિસ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ૨૪ માર્ચના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, શીડ્યુલ કાસ્ટની વ્યક્તિ હિન્દુ ધર્મનો ત્યાગ કરી શીખ, બૌદ્ધ કે અન્ય ધર્મ અપનાવે તો શીડ્યુલ કાસ્ટના તેના દરજ્જાનો આપોઆપ અંત આવે છે. જન્મ સમયે વ્યક્તિ ભલે શીડ્યુલ કાસ્ટની હોઈ શકે છે, પરંતુ ધર્મ બદલ્યા પછી તેનો આ દરજ્જો યથાવત રહેતો નથી. અગાઉ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે આપેલા ચુકાદાને હાઈકોર્ટે ઉચિત ઠેરવ્યો હતો. આ કેસમાં શીડ્યુલ કાસ્ટના અરજદારે ખ્રિસ્તિ ધર્મ સ્વીકાર્યો હતો અને બાદમાં શીડ્યુલ કાસ્ટના દરજ્જા માટે અરજી કરી હતી. હાઈકોર્ટે તેને ધર્માંતરણના કારણે શીડ્યુલ કાસ્ટનો દરજ્જો ગ્રાહ્ય રાખવા મંજૂરી આપી ન હતી. હાઈકોર્ટના આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
