News of Thursday, 9th July 2026
સ્માર્ટફોનની દુનિયામાં આવશે નવો ભૂકંપ! એપલનો પહેલો ફોલ્ડેબલ આઇફોન 'iPhone Ultra' સપ્ટેમ્બરમાં જ લોન્ચ થશે, મોટા પાયે પ્રોડક્શન શરૂ
ટેક જગતમાં ચાલતી અફવાઓ પર લાગી બ્રેક: તકનીકી પડકારોને માત આપીને એપલે શરૂ કર્યું ડિવાઇસનું માસ પ્રોડક્શન, iPhone 18 Pro લાઇનઅપ સાથે ઓપન થશે પ્રી-ઓર્ડર

નવી દિલ્હી : ગ્લોબલ ટેક જાયન્ટ એપલ (Apple) ના ચાહકો માટે એક અત્યંત રોમાંચક અને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એપલના પહેલા ફોલ્ડેબલ આઇફોન, જેને માર્કેટમાં 'iPhone Ultra' તરીકે ઓળખવામાં આવી રહ્યો છે, તેના લોન્ચિંગને લઈને ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવ્યો છે. તાજેતરના સપ્લાય ચેઇન અહેવાલો અનુસાર, આ મોસ્ટ અવેટેડ ફોલ્ડેબલ આઇફોન કોઈપણ વિલંબ વિના તેના નિર્ધારિત સમયપત્રક મુજબ આ વર્ષે સપ્ટેમ્બરમાં જ લોન્ચ થવા જઈ રહ્યો છે. એટલું જ નહીં, આ પ્રીમિયમ ડિવાઇસ હવે સત્તાવાર રીતે મોટા પાયે ઉત્પાદન (Mass Production) ના તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે.
આ પહેલા ટેક માર્કેટમાં એવી અફવાઓ જોરશોરથી ચાલી રહી હતી કે એપલ તેના ફોલ્ડેબલ ફોનના ડિસ્પ્લે અને હિન્જ (વાળવા માટેની મિકેનિઝમ) સંબંધિત જટિલ તકનીકી પડકારોનો સામનો કરી રહ્યું છે, જેના કારણે તેનું પ્રોડક્શન પાછળ ઠેલાઈ શકે છે. પ્રખ્યાત એપલ વિશ્લેષક મિંગ-ચી કુઓએ પણ આગાહી કરી હતી કે એપલ સપ્ટેમ્બરમાં iPhone 18 Pro અને iPhone 18 Pro Max સાથે આ ફોનને માત્ર ડિસ્પ્લે કરશે, પરંતુ તેનું વેચાણ ૨૦૨૬ ના છેલ્લા ક્વાર્ટર સુધી લંબાઈ શકે છે. જોકે, ચાઇનીઝ મીડિયા આઉટલેટ 'કેલિયન ન્યૂઝ' ના તાજા અહેવાલે આ તમામ અગાઉના દાવાઓને રદિયો આપતા સ્પષ્ટ કર્યું છે કે એપલની ડિલિવરી યોજના એકદમ ટ્રેક પર છે.
વર્ષ ૨૦૧૭ ની 'iPhone X' વાળી હિસ્ટ્રી રિપીટ થશે:
વિશ્લેષકોના મતે, એપલ આઇફોન અલ્ટ્રા માટે બરાબર એ જ આક્રમક વ્યૂહરચના અપનાવી રહ્યું છે જે તેણે ૨૦૧૭ માં આઇફોન X ના લોન્ચિંગ વખતે અપનાવી હતી. આ નવો ફોલ્ડેબલ આઇફોન બુક-સ્ટાઇલ (ચોપડીની જેમ ખુલતો) ડિઝાઇન ધરાવતો હશે. એપલ ૨૦૨૬ ના ત્રીજા ક્વાર્ટર દરમિયાન આ ક્રાંતિકારી ફોનના ૫,૦૦,૦૦૦ થી ૧ મિલિયન (૧૦ લાખ) યુનિટ માર્કેટમાં મોકલવાની યોજના ધરાવે છે. જ્યારે ૨૦૨૬ ના બીજા ભાગ સુધીમાં કંપની કુલ ૭ થી ૮ મિલિયન આઇફોન અલ્ટ્રા યુનિટ્સનું ઉત્પાદન પૂર્ણ કરી લેશે.
આ પ્રીમિયમ સ્માર્ટફોન OLED ડિસ્પ્લે અને અત્યંત પાતળા બેઝલ્સ (Thin Bezels) સાથે માર્કેટમાં આવશે, જે યુઝર્સને અત્યાર સુધીનો સૌથી આકર્ષક લુક અને પ્રીમિયમ અનુભવ આપશે. એપલના આ પગલાથી સેમસંગ અને ગૂગલ જેવા હરીફોના ફોલ્ડેબલ માર્કેટમાં મોટો પડકાર ઉભો થશે. સપ્ટેમ્બર મહિનામાં યોજાનારા એપલના મેગા ઇવેન્ટમાં iPhone 18 સિરીઝની સાથે જ આ નવી પેઢીના ફોલ્ડેબલ ફોન પરથી પણ સત્તાવાર પડદો હટાવવામાં આવશે, જેની કિંમત અને ફીચર્સ જાણવા માટે દુનિયાભરના ટેક લવર્સ આતુર છે.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
