તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
ટ્રમ્પ સરકારનો નવો ઝટકો, અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા અરજદારોએ હવે ૯૨ લાખ રૂપિયાનો બોન્ડ ભરવો પડશે?
એક લાખ ડોલરની બોન્ડ રિક્વાયરમેન્ટ અમેરિકન ડ્રીમ મોંઘુ બનાવશે

વોશિંગ્ટન,તા.૧૮: અમેરિકન ડ્રીમ પૂરું કરવું હવે વધુ ખર્ચાળ બનશે. ટ્રમ્પ સરકાર કાયમી વસવાટ માટે ગ્રીન કાર્ડની અરજી કરનારાઓ પાસે એક લાખ ડોલર એટલે કે અંદાજે ૯૨ લાખ રૂપિયાથી વધુનો બોન્ડ ભરાવવા વિચારણા કરી રહી છે. ઈમિગ્રન્ટ્સ સરકારી સહાય પર નિર્ભર ન રહે અને આર્થિક રીતે આત્મનિર્ભર છે તે સુનિヘતિ કરવા આ પગલું લેવાઈ રહ્યું છે.
અમેરિકામાં કાયમી ધોરણે વસવાટ કરવાનું સપનું જોતા વિદેશી નાગરિકો માટે ટ્રમ્પ સરકાર એક આકરો નિર્ણય લેવાની તૈયારીમાં છે. અમેરિકી સરકાર ગ્રીન કાર્ડ માટે અરજી કરનારાઓ માટે એક લાખ ડોલર એટલે કે આશરે ૯૨.૨૮ લાખ રૂપિયાનો બોન્ડ ભરવો ફરજિયાત બનાવવા પર વિચાર કરી રહી છે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિヘતિ કરવાનો છે કે અમેરિકા આવતા ઈમિગ્રન્ટ્સ આર્થિક રીતે સક્ષમ હોય અને ત્યાંની સરકારી જાહેર સહાય યોજનાઓ પર બોજરૂપ ન બને.
અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા થોમસ પિગોટે જણાવ્યું હતું કે સરકાર ઈમિગ્રેશન પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ સાથે મળીને કામ કરી રહી છે. જે અરજદારો પબ્લિક ચાર્જ બનવાનું એટલે કે સરકારી સહાય પર નિર્ભર રહેવાનું જોખમ ધરાવતા હોય તેમને આ નિયમ ખાસ લાગુ પડશે. વિદેશ મંત્રાલય ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ આઈએનએ હેઠળ મળેલ સત્તાનો ઉપયોગ કરીને બોન્ડની જોગવાઈ અમલમાં મુકશે.
હાલમાં વિદેશોમાંથી કરાતી ડીએસ ૨૨૦ અરજીઓ માટે ૩૨૫ ડોલર અને અમેરિકામાંથી કરાતી ફોર્મ આઇ ૪૮૫ અરજી માટે ૧૪૪૦ ડોલર ફી ચૂકવવી પડે છે. એક લાખ ડોલરના બોન્ડથી અરજદારો પર મોટો આર્થિક બોજ આવી પડશે. અગાઉ ટ્રમ્પ સરકારે હંગામી રોજગારી માટે અપાતા એચ વનબી વિઝા માટે પણ આવો જ એક લાખ ડોલરની ફીનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને ફેડરલ જજે ફગાવી દીધો હતો.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
