તા. ૨૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૦ સોમવાર
News of Monday, 11th May 2026
નસીબનો ફુટેલો માણસઃ એક સાથે ચાર-ચાર છોકરી સાથે લગ્ન કર્યા, સુહાગરાત પર ચારેય કિન્નર નીકળી
ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, એક્સ અને યૂટ્યૂબ શોર્ટસ પર સ્ટોરી ખૂબ વાયરલ થઈ રહી છે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર હાલમાં એક ખૂબ જ અજીબોગરીબ અને શોકિગ સ્ટોરી વાયરલ થઈ રહી છે. જે સાંભળવામાં થોડી ફિલ્મી લાગે છે. આ કહાની છે એક શખ્સની, જેણે એક જ દિવસમાં ચાર મહિલા સાથે લગ્ન કર્યા, પણ પહેલી જ રાતમાં તેના ભાગ્યે એવી કરવટ લીધી કે આખી જિદગી બરબાદ થઈ ગઈ. કહાની અનુસાર, આ શખ્સની ચારેય દુલ્હન ટ્રાંસજેન્ડર નીકળી.
વાયરલ પોસ્ટ અનુસાર, એક યુવકે પરંપરાગત રીતિ-રિવાજ અનુસાર, ચાર મહિલા સાથે સામૂહિક લગ્ન કર્યા હતા. આખો સમારંભ ધામધૂમથી સંપન્ન થયો. મહેમાનોએ ખૂબ નાચ-ગાન કર્યું અને જાન પણ નીકળી હતી. પણ જ્યારે સુહાગરાતનો સમય આવ્યો તો યુવકને ચોંકાવનારો ઝટકો લાગ્યો. કેમ કે ચારેય પત્ની ટ્રાંસજેન્ડર નીકળી. કહેવાય છે કે ચારેયે મળીને મોટું કાવતરું રચ્યું હતું. આ કહાની સાચી છે કે ખોટી તે જાણી શકાયું નથી, પણ બધાને આ સ્ટોરી ખૂબ જ મજેદાર લાગી રહી છે અને તેને આગળ શેર કરી રહ્યા છે. સ્ટોરીમાં આગળ જણાવ્યું છે કે લગ્ન બાદથી યુવક પાસેથી પૈસા અને સંપત્તિની માગ કરવા લાગી. આ ઘટના જોઈ યુવક આઘાતમાં છે અને કાનૂની મદદ લેવાનું વિચારી રહ્યો છે.
આ કહાની ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, એક્સ અને યૂટ્યૂબ શોર્ટસ પર ખૂબ વાયરલ થઈ રહી છે. લોકો કોમેન્ટમાં લખી રહ્યા છે કે દુનિયાનો સૌથી કમનસીબ માણસ. ચાર ચાર પત્ની, છતાં નસીબ ફુટેલું. સુહાગરાત પર એવો ઝટકો લાગ્યો કે જિદગીભર યાદ રહેશે.
અમુક યુઝર્સ આ ઘટના વાંચી હસી હસીને લોટ પોટ થઈ રહ્યા છે, તો કોઈ તેને પુરુષોનું શોષણ ગણાવી રહ્યા છે, પણ સચ્ચાઈ શું છે. તે હજુ સુધી આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ન કોઈ પોલીસ કેસ નોંધાયો હોવાના સમાચાર છે, ન તો કોઈ વિશ્વસનીય મીડિયાએ તેનું રિપોર્ટિગ કર્યું છે.
ફેક્ટ ચેકર્સનું કહેવું છે કે આ કહાની લાંબા સમયથી અલગ અલગ રુપમાં વાયરલ થઈ રહી છે, આ સંભવતઃ મનોરંજન માટે બનાવેલી ફેક સ્ટોરી હોઈ શકે છે. જે લોકોની જિજ્ઞાસા અને સનસનીખેજ ખબરને ફેલાવવાના ઉદ્દેશ્યથી બનાવી હોય. સોશિયલ મીડિયા પર આવી ફેક પણ મજેદાર કહાનીઓ હંમેશા વાયરલ થતી રહે છે.
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
