તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
હાથીના ગળામાં ટ્રેક્ટરનું મોટું ટાયર ફસાયું
વનવિભાગના અધિકારીઓએ મહામહેનતે બહાર કાઢ્યું

ગોલાઘાટ તા.૧૪: આસામના ગોલાઘાટ જિલ્લાના નુમાલીગઢ (બકિયાલ વિસ્તાર)માં એક જંગલી હાથીના ગળામાં ટ્રેક્ટરનું મોટું ટાયર ફસાઈ ગયું હતું. હાથી ખોરાકની શોધમાં ચાના બગીચામાંથી ભટકતો જોવા મળ્યો હતો, પણ ગળામાં મોટું ટાયર ફસાયેલું હોવાથી એને પરેશાની થતી હતી. આ જોઈને વનવિભાગની ટીમે સમયસર બચાવકામગીરી શરૂ કરી હતી અને હાથીના ગળામાંથી ટાયર સફળતાપૂર્વક બહાર કાઢીને એને સુરક્ષિત રીતે બચાવી લીધો હતો. હાથીની બચાવ-કામગીરીનો પાંચ મિનિટનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં વનવિભાગની ટીમની મહેનત અને સફળ બચાવ-કામગીરી જોવા મળી છે
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
