તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Monday, 16th November 2026
મુંબઈ-પુણે વચ્ચે ૯૦૦ એકરમાં શાપૂરજી પાલોનજીનું વિશાળ ટાઉનશિપ બનશે : રહેણાંક પ્લોટના વેચાણથી રૂ. ૬,૦૦૦ કરોડની આવકનું લક્ષ્ય, પ્રથમ તબક્કાને મંજૂરી
ખોપોલી નજીક પહાડો અને કુદરતી સૌંદર્ય વચ્ચે ટાઉનશિપ વિકસાવાશે : પ્રથમ ૨૦૦ એકરનું કામ ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાની યોજના

મુંબઈ : દેશના અગ્રણી રિયલ એસ્ટેટ જૂથ શાપૂરજી પાલોનજી દ્વારા મુંબઈ-પુણે કોરિડોરમાં ખોપોલી નજીક ૯૦૦ એકરમાં વિશાળ રહેણાંક ટાઉનશિપ વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ આ પ્રોજેક્ટ દ્વારા આશરે રૂ. ૬,૦૦૦ કરોડની આવક મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે. અહીં તૈયાર ફ્લેટને બદલે રહેણાંક પ્લોટનું વેચાણ કરવામાં આવશે.
કંપનીના મેનેજિંગ ડિરેક્ટર વેંકટેશ ગોપાલકૃષ્ણને જણાવ્યું કે પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ૨૦૦ એકરમાં વિકસાવવામાં આવશે, જેની જરૂરી નિયમનકારી મંજૂરી મળી ગઈ છે. આ તબક્કો ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનો ઈરાદો છે. કુલ પ્લોટમાંથી લગભગ અડધા રૂ. એક કરોડથી ઓછી કિંમતના રાખવાની યોજના છે.
પ્રોજેક્ટ માટે જમીન ખરીદવામાં અત્યાર સુધીમાં આશરે રૂ. ૧,૫૦૦ કરોડનું રોકાણ થયું છે. વિકાસકાર્યો માટે વધારાના રૂ. ૫૦૦થી ૬૦૦ કરોડની જરૂર પડશે. કુદરતી વાતાવરણમાં બીજા મકાનની વધતી માંગને ધ્યાનમાં રાખીને કંપનીએ આ યોજના તૈયાર કરી છે.
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
