તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
અમેરિકાના આયોવામાં ૧૫ અબજ ડોલરનું જંગી અને સૌથી મોટું સ્ટીલ સંકુલ બનાવશે એસ્સાર જૂથ : જુઓ વિડીયો
ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે કંપનીના અધિકારીઓની હાજરીમાં આ યોજનાની જાહેરાત કરીઃ પ્રથમ તબક્કામાં દર વર્ષે ૭૫ લાખ ટન સ્ટીલનું ઉત્પાદન

ન્યુ યોર્ક,તા.૨૯: ભારતના એસ્સાર જૂથની માલિકીની મેસાબી મેટાલિક્સ અમેરિકાના આયોવા રાજ્યમાં પંદર અબજ ડોલરના ખર્ચે વિશાળ સ્ટીલ સંકુલ બનાવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે કંપનીના અધિકારીઓની હાજરીમાં આ યોજનાની જાહેરાત કરી હતી. પ્રથમ તબક્કામાં દર વર્ષે આશરે ૭૫ લાખ ટન સ્ટીલનું ઉત્પાદન કરવાની યોજના છે.
સંપૂર્ણ ક્ષમતાએ પહોંચ્યા બાદ ઉત્પાદન વધારીને વાર્ષિક એક કરોડ ટન કરવામાં આવશે. આ સંકુલ માટે મિનેસોટાની નેશવોક ખાણમાંથી લોખંડનો કાચો માલ મેળવવામાં આવશે. યોજના હેઠળ આયોવામાં ઓછામાં ઓછી ૧,૭૫૦ કાયમી નોકરી અને બાંધકામ દરમિયાન આશરે ૬,૦૦૦ રોજગારી સર્જાવાની ધારણા છે. સ્ટીલનું પ્રથમ ઉત્પાદન વર્ષ ૨૦૩૦માં શરૂ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. x
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
