તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
“1-2 વંદા દેખાવાથી હોટલ સીલ ન કરી શકાય, આપણે ભારતમાં રહીએ છીએ!”: બોમ્બે હાઈકોર્ટે કડક ચુકાદો આપી FDA નો ઉધડો લીધો!
રેડિસન નવી મુંબઈના લાઇસન્સ રદ કરવા સામે હાઈકોર્ટની લાલ આંખ: વાસ્તવિકતા સમજીને નિર્ણયો લેવા ખાદ્ય સુરક્ષા તંત્રને સુપ્રીમ આદેશ

મુંબઈ : બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ને તેના અતિ-ઉત્સાહી અને અવ્યવહારુ પગલાં માટે સખત શબ્દોમાં ઠપકો આપ્યો છે. નવી મુંબઈ સ્થિત પ્રસિદ્ધ હોટલ 'રેડિસન' માં હાથ ધરાયેલા આશ્ચર્યજનક નિરીક્ષણ દરમિયાન એક-બે વંદા મળી આવતા જ હોટલનું લાઇસન્સ રદ કરી દેવાના કડક નિર્ણય પર બોમ્બે હાઈકોર્ટે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે એફડીએની કાર્યવાહી અંગે સખત નારાજગી વ્યક્ત કરતાં ટિપ્પણી કરી હતી કે, "અમે ભારતમાં રહીએ છીએ અને આપણે જમીની વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવા જોઈએ. માત્ર એક કે બે વંદા કે જીવાત જોવા મળી જવાના કારણે આખી હોટલનું લાઇસન્સ રદ કરી દેવું કે તાળાં મારી દેવા બિલકુલ યોગ્ય નથી."
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એફડીએ દ્વારા હાથ ધરવામાં આવેલા આશ્ચર્યજનક નિરીક્ષણો અંતર્ગત અનેક હોટલો અને રેસ્ટોરન્ટ્સ સામે કડક પગલાં ભરીને લાઇસન્સ રદ કરવામાં આવ્યા હતા. જોકે, અદાલતના આ તીખા વલણ અને માનવ સહજ વાસ્તવિકતા સમજવાના નિર્દેશ બાદ હવે એફડીએ દ્વારા કરવામાં આવતી એકપક્ષીય અને સખત કાર્યવાહી સામે વેપારીઓ અને હોટલ ઉદ્યોગને મોટી રાહત મળી છે.
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
